વારાણસીમાં ગઈ કાલે જેમ-જેમ સાંજ ઢળવા લાગી એમ-એમ સ્વર્ગ જેવો માહોલ રચાતો ગયો હતો. બપોરથી જ ઘાટ પર દેવદિવાળીનું સેલિબ્રેશન જોવા માટે લોકો આવી ગયા હતા. દીવડાઓથી ઘાટ રોશન થયા હતા.
વારાણસી માં દેવ દિવાળી ની ઉજવણી
વારાણસીમાં ગઈ કાલે જેમ-જેમ સાંજ ઢળવા લાગી એમ-એમ સ્વર્ગ જેવો માહોલ રચાતો ગયો હતો. બપોરથી જ ઘાટ પર દેવદિવાળીનું સેલિબ્રેશન જોવા માટે લોકો આવી ગયા હતા. દીવડાઓથી ઘાટ રોશન થયા હતા. ગંગાકાંઠે ૮૫ ઘાટ પર ૧૨ લાખ લોકોની ભાગીદારીથી લગભગ કુલ બાવીસ લાખ દીવડા ઘાટ, કુંડા અને તળાવો પર પ્રગટાવવામાં આવ્યા હતા. ટૂરિસ્ટ્સને આતશબાજીનો પણ લાભ મળ્યો હતો. ગંગાના દ્વારે લેસર શોના માધ્યમથી શ્રી કાશી વિશ્વનાથ ધામ પર આધારિત કાશીનું મહત્ત્વ અને કૉરિડોરના નિર્માણને સંબંધિત જાણકારી લેસર શોના માધ્યમથી આપવામાં આવી હતી. લાઇટિંગ અને 3D લેસર શોથી આકાશ કલરફુલ થઈ ગયું હતું. દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગાઆરતી થઈ હતી, જેને જોવા માટે સમગ્ર દેશમાંથી લગભગ ૧૦ લાખ લોકો હાજર હતા. એ સિવાય ૭૦ દેશોના રાજદૂતો અને ૧૫૦થી વધારે ફૉરેન ડેલિગેટ્સ પણ આવ્યા હતા.
ADVERTISEMENT
અમ્રિતસરમાં ગઈ કાલે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગોલ્ડન ટેમ્પલ પર શાનદાર રોશની વચ્ચે આતશબાજી કરવામાં આવી હતી.