રામ રહીમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે.
ગુરમીત રામ રહીમ પેરોલ
હરિયાણા રાજ્યના રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમ(Ram Rahim)ને એકવાર ફરી પેરોલ મળી ગઈ છે. રામ રહીમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે. તે ગમે તે સમયે જેલમાંથી બહાર આવી શકે છે. જેને ધ્યાને રાખી સુરક્ષા માટે પોલીસે પુરતી તૈયારી કરી લીધી છે. આ વખતે રામ રહીમને જેલમાંથી એરલિફ્ટ કરી બહાર લાવવામાં આવશે. સુત્રો અનુસાર જાણવા મળ્યુ છે તે સુરક્ષાને આધીન રહી તંત્રએ આ નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં ડેરે ઉપરાંત બાગપતમાં પણ વિચારણા કરવામાં આવી રહી છે, જ્યાં પેરોલનો છેલ્લો સમયગાળો વિતાવ્યો હતો.
રામ રહીમ વર્ષ 2017થી સુનારિયા જેલમાં બંધ છે. નોંધનીય છે કે વિવાદિત બાબા ગુરમીત સિંહ રામ રહીમને પહેલા પણ અનેક વાર પેરોલ પર મુકત કરવામાં આવ્યો છે. રામ રહીમ સાધ્વી યૌન શોષણ મામલે જેલમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ગૃહ વિભાગ તરફથી આદેશોને મંજૂરી અપાઈ ચૂકી છે. આ પહેલા પણ રામ રહીમને ફરલો અને પેરોલ મળી ચૂકી છે.અને આ વખતે પર જેલ મેનુઅલ અનુસાર પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે. `
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Delhi Airport: મૉસ્કોથી દિલ્હી આવનારી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ફ્લાઈટમાં 386 મુસાફરો સવાર
આ પહેલા જેલ મંત્રી ચૌ.રણજીત સિંહે પણ રામ રહીમ પેરોલ પર બહાર આવવાની વાતને સમર્થન આપ્યું હતું. જેલ મંત્રીએ કહ્યું કે ડેરા ચીફના સંબંધીઓએ તેના પેરોલ માટે અરજી કરી હતી. સિરસામાં જેલ મંત્રીએ કહ્યું હતું કે પેરોલને લઈને જેલની પોતાની સિસ્ટમ છે. જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં હોય છે ત્યારે તેના પરિવારના સભ્યો પેરોલ માટે અરજી કરે છે, તે તેમનો અધિકાર છે.