Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાણી માગનારાઓ પર પાણી વરસાવાયું, પોલીસે પ્રદર્શનકારીઓ પર કર્યો વૉટર કેનનનો ઉપયોગ

પાણી માગનારાઓ પર પાણી વરસાવાયું, પોલીસે પ્રદર્શનકારીઓ પર કર્યો વૉટર કેનનનો ઉપયોગ

Published : 22 June, 2024 06:38 PM | Modified : 22 June, 2024 08:26 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક તરફ જળ મંત્રી આતિષી શુક્રવારથી `જળ સત્યાગ્રહ` (Delhi Water Crisis) પર બેઠા છે. બીજી તરફ, શનિવારે ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હી જલ બોર્ડ (DJB) કાર્યાલયની સામે પ્રદર્શન કર્યું

તસવીર: પીટીઆઈ

તસવીર: પીટીઆઈ


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જળ સંકટ યથાવત છે. સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને વિપક્ષ ભાજપ આ સમસ્યાને લઈને સામસામે છે. એક તરફ જળ મંત્રી આતિષી શુક્રવારથી `જળ સત્યાગ્રહ` (Delhi Water Crisis) પર બેઠા છે. બીજી તરફ, શનિવારે ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હી જલ બોર્ડ (DJB) કાર્યાલયની સામે પ્રદર્શન કર્યું.


આ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે વોટર કેનન (Delhi Water Crisis)નો ઉપયોગ કર્યો હતો. બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ દિલ્હી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હરિયાણા પૂરતું પાણી મોકલી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ તેનો સ્વીકાર કર્યો છે.



બીજેપી નેતાએ દિલ્હી સરકાર પર આકરા પ્રહાર કર્યા


બીજેપી નેતાએ કહ્યું કે, AAP છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં સત્તામાં છે. તેમની પાસે દિલ્હી જલ બોર્ડ (Delhi Water Crisis) અને MCD છે. તેમની પાસે તમામ મહત્વના વિભાગો છે. તો શું તેઓ પોતાની જ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે?

વાસ્તવિકતા એ છે કે તેની પોતાની સાથી કોંગ્રેસ પાર્ટી હવે સ્વીકારી રહી છે કે હરિયાણા વધુ પાણી મોકલી રહ્યું છે. હરિયાણા વાયદા કરતાં વધુ પાણી મોકલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ આ વાત સ્વીકારી છે.


પૂનાવાલાએ કહ્યું કે, પાણીના ટેન્કર માફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે દિલ્હી સરકાર નાટક અને પ્રદર્શન કરી રહી છે. સવાલ એ છે કે તેઓ પાણીના ટેન્કર માફિયાઓને કેમ બચાવી રહ્યા છે? શું તે એટલા માટે કે દરેક પાણીના ટેન્કર પર તેમને કમિશન મળે છે?

આતિષીની ભૂખ હડતાળ

દિલ્હીના જળ મંત્રી આતિશી શુક્રવારે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણા સરકાર દિલ્હીના હિસ્સાનું પાણી આપી રહી નથી. તેણીની સાથે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને અન્ય પક્ષના સભ્યો જંગપુરા નજીક ભોગલ ખાતે હતા, જ્યાં તેણી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠી હતી.

દિલ્હીનું જળસંકટ ઘેરું બન્યું, રોષે ભરાયેલા લોકોએ દિલ્હી જલ બોર્ડની ઑફિસ પર ફેંક્યા માટલા

દિલ્હીમાં પાણીની અછત (Delhi Water Crisis)ને લઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સેંકડો લોકોએ વિરોધ કર્યો અને દિલ્હી જલ બોર્ડની ઑફિસ પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા. દેખાવકારોએ પોટલા ફેંક્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન છે, તો રાજધાની દિલ્હીમાં પણ લોકો પાણીની સમસ્યા (Delhi Water Crisis)નો સામનો કરી રહ્યા છે. આ જળ સંકટથી હવે દિલ્હીવાસીઓનો ગુસ્સો વધુ વકર્યો છે. જળ સંકટ વચ્ચે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને વિરોધ પ્રદર્શનની સાથે દિલ્હી જલ બોર્ડની ઓફિસમાં પણ તોડફોડ કરી છે. વિરોધ કરી રહેલા લોકોએ જલ બોર્ડ ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો ખાલી માટલાઓ સાથે અહીં પહોંચ્યા અને ઓફિસની બારીનો કાચ તોડી નાખ્યો.

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2024 08:26 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK