આ દિવાળીએ દિલ્હી દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બન્યું, પ્રતિબંધ હોવા છતાં દિલ્હીવાસીઓએ બેરોકટોક અને બેફામ ફોડ્યા ફટાકડા
ગુરુવારની રાત્રે દિલ્હીવાસીઓએ દિવાળી મનાવી એ પછી વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું. દિલ્હીમાં દિવાળીની રાત્રે આગના ૩૧૮ કૉલ ફાયર-બ્રિગેડને આવ્યા હતા.
દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં દિવાળીની રાતે લોકોએ બૅનની જરાય પરવા કર્યા વિના ફટાકડા ફોડ્યા હતા. પરિણામે દિલ્હી આખી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું હતું. ગયા વર્ષે દિવાળીના દિવસે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર આઠ વર્ષમાં સૌથી ઓછું હતું, પણ આ વખતે પ્રતિબંધ હોવા છતાં દેશની રાજધાનીની હવા ઝેરીલી બની ગઈ હતી.