દિલ્હી આબકારી નીતિ સાથે જોડાયેલા કૌભાંડના CBIના કેસમાં કૉર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક અટક 12 મે સુધી લંબાવી દીધી છે. ગુરુવારે ન્યાયિક અટક પૂરી થતા સિસાદિયાને દિલ્હીની રાઉજ એવેન્યૂ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)
દિલ્હી (Delhi) આબકારી નીતિ સાથે જોડાયેલા કૌભાંડના CBIના કેસમાં કૉર્ટે મનીષ સિસોદિયાની (Manish Sisodia) ન્યાયિક અટક 12 મે સુધી લંબાવી દીધી છે. ગુરુવારે ન્યાયિક અટક પૂરી થતા સિસાદિયાને દિલ્હીની રાઉજ એવેન્યૂ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મનીષ સિસોદિયાના વકીલે રાઉજ એવેન્યૂ કૉર્ટને જણાવ્યું કે સીબીઆઈ કેસમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. ત્યાર બાદ કૉર્ટે સીબીઆઈને ચાર્જશીટની ઇ-કૉપી મનીષ સિસોદિયાને આપવાના નિર્દેશ આપ્યા. જણાવવાનું કે આ પહેલા 25 એપ્રિલે સીબીઆઈએ શરાબ કૌભાંડના કેસમાં પહેલીવાર દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું છે.
ADVERTISEMENT
તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા પહેલા પૂરક આરોપ પત્રમાં સિસોદિયા સાથે શરાબ વેપારી અમનદીપ સિંહ ઢલ, અર્જુન પાંડે અને હૈદરાબાદના સીએ બુચ્ચી બાબૂ ગોરંટલાનું નામ પણ સામેલ છે. આ સિવાય શરાબ નીતિ સાથે જોડાયેલ મની લૉન્ડ્રિંગના કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉજ એવેન્યૂ કૉર્ટ 28 એપ્રિલના સાંજે ચાર વાગ્યે નિર્ણય સંભળાવશે.
આ પણ વાંચો : Delhi: વધી શકે છે સિસોદિયાની મુશ્કેલીઓ, શરાબ નીતિ મામલે CBIની ચાર્જશીટમાં નામ
નિર્ણય તૈયાર ન થવાને કારણે બુધવારે નિર્ણય ન સંભળાવવામાં આવ્યો. 18 એપ્રિલે કૉર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ નિર્ણય 28 એપ્રિલના ચાર વાગ્યે સંભળાવવામાં આવશે. મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે.