આ ઑપરેશનમાં આ ટેરર ગ્રુપ સાથે સંકળાયેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી છે
દિલ્હી પોલીસની ફાઇલ તસવીર
દિલ્હી પોલીસે અલ-કાયદાથી પ્રભાવિત એક ટેરર ગ્રુપનો પર્દાફાશ કર્યો હતો. ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને કરવામાં આવેલા આ ઑપરેશનમાં આ ટેરર ગ્રુપ સાથે સંકળાયેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી છે. આ ગ્રુપ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપીને દેશની અંદર ‘ખિલાફત’ (ઇસ્લામનું રાજ્ય) જાહેર કરવા માગતું હતું. આ ગ્રુપને લીડ રાંચીનો ડૉ. ઇશ્તિઆક કરી રહ્યો હોવાનું દિલ્હી પોલીસનું કહેવું છે. આ ટેરર ગ્રુપના મેમ્બરને હથિયાર ચલાવવાથી લઈને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવી છે. પોલીસે ૬ જણની રાજસ્થાન અને આઠની ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી હથિયાર, દારૂગોળો અને આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલું સાહિત્ય જપ્ત કર્યું છે.