પોલીસ પ્રમાણે DMRCમાં સુપરવાઈઝરના પદ પર કામ કરનારા 45 વર્ષના સુશીલે ઘરની અંદર 40 વર્ષની પોતાની પત્ની અનુરાધા અને 6 વર્ષની દીકરી અદિતિની ચપ્પૂ મારીને હત્યા કરી દીધી. પછી સુશીલે ઘરમાં પંખા પર લટકીને સુસાઈડ કર્યો.
Crime News
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના (Delhi) શાહદરા વિસ્તારમાં એક શખ્સે પોતાની પત્ની અને 6 વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યો. પોલીસ પ્રમાણે DMRCમાં સુપરવાઈઝરના પદ પર કામ કરનારા 45 વર્ષના સુશીલે ઘરની અંદર 40 વર્ષની પોતાની પત્ની અનુરાધા અને 6 વર્ષની દીકરી અદિતિની ચપ્પૂ મારીને હત્યા કરી દીધી. પછી સુશીલે ઘરમાં પંખા પર લટકીને સુસાઈડ કર્યો.
ઘટનાની માહિતી બાદ ઘટનાસ્થળે પહોંચેલી દિલ્હી પોલીસને એક ચપ્પૂ મળ્યું. પોલીસે ઘરમાં રાખેલા કમ્પ્યુટરને પણ ખંગાળ્યો, જેમાં સુશીલે સર્ચ કર્યું હતું- How To Hang એટલે કે ફાંસી પર કઈ રીતે લટકાય. કમ્પ્યૂટર પર સર્ચ કર્યા બાદ સુશીલે આપઘાત કર્યો. સુશીલે ઘટનાને અંજામ કેમ આપ્યો? આની તપાસ થઈ રહી છે. આરોપીએ પોતાના 13 વર્ષના દીકરાને પણ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ દીકરો હૉસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મરતા પહેલા એક સાથીને આપી માહિતી
માહિતી પ્રમાણે, પીસીઆર કૉલને બપોરે લગભગ 12.4 વાગ્યે એક કૉલ આવ્યો. ફોન કરનારે જણાવ્યું કે તે D-blk 78/1 ગલી નંબર 8 જ્યોતિ કૉલોની, શાહદરામાંથી બોલી રહ્યો છે. તેણે જણાવ્યું કે,- મારી સાથે સુશીલ કુમાર મેટ્રોમાં કામ કરે છે. તે આજે ઑફિસ નથી આવ્યો. મેં તેને કૉલ કર્યો ત્યારે તે રડી રહ્યો હતો. તેણે જણાવ્યું કે- મેં ઘરમાં બધાને મારી નાખ્યા પણ હવે તે કૉલ રિસીવ નથી કરી રહ્યો.
ચપ્પૂથી હુમલો કરી પત્ની-દીકરીને મારી નાખ્યાં
પોલીસે કૉલ તરત વેરિફાઈ કર્યો. પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં તેમણે ત્રણ જણના મૃતદેહ મળ્યા. પોલીસ પ્રમાણે સુશીલનો મૃતદેહ ફંદા પર લટકેલો મળ્યો. તે પૂર્વ વિનોદ નદર ડિપોમાં ડીએમઆરસીમાં મેઈન્ટેનન્સ સુપરવાઈઝરના પદ પર કાર્યરત હતો. તો તેની પત્ની અનુરાધા અને દીકરીના શરીર પર ચપ્પૂના ઘાના નિશાન મળ્યા.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને બાઈકરાઇડ પડી મોંઘી, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી
હાલ પોલીસ વિભાગના આલા અધિકારી અને ફૉરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. પ્રથમ દ્રષ્ટ્યા એવું લાગી રહ્યું છે કે મૃતક સુશીલે પરિવારના સભ્યોની હત્યા કરી, પછીથી પોતે ફાંસી લગાડીને આત્મહત્યા કરી. તેણે પોતાના દીકરાને પણ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે બચી ગયો. હાલ હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે ઘરને સીલ કરી પુરાવા એકઠા કરવાનું શરૂ કરી દીધું છે.