Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેજરીવાલને ઝટકો! દિલ્હી LGએ DDCને કર્યા સસ્પેન્ડ, ઑફિસમાં મૂકાવ્યું તાળું

કેજરીવાલને ઝટકો! દિલ્હી LGએ DDCને કર્યા સસ્પેન્ડ, ઑફિસમાં મૂકાવ્યું તાળું

Published : 18 November, 2022 12:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેજરીવાલ તરફથી જાસ્મીનને મળનારી સરકારી સુવિધાઓ અને સેવાઓ તત્કાલ પ્રભાવથી સ્ટે મૂકવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય એલજીએ જાસ્મિન શાહની ઑફિસમાં તરત તાળું મારવાનો આદેશ આપ્યો છે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)


દિલ્હી (Delhi) સંવાદ તેમજ વિકાસ પંચના ઉપાધ્યક્ષ જાસ્મીન શાહને (Jasmin Shah) દિલ્હીના (Delhi) ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ (Vinay Kumar Saxena) પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. જાસ્મીન પર રાજૈનતિક ઉદ્દેશ પૂરા કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. એલજીએ (LG) આ સંબંધે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Dlehi CM Arvind Kejriwal) પત્ર પણ લખ્યો છે. કેજરીવાલ તરફથી જાસ્મીનને મળનારી સરકારી સુવિધાઓ અને સેવાઓ તત્કાલ પ્રભાવથી સ્ટે મૂકવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય એલજીએ જાસ્મિન શાહની ઑફિસમાં તરત તાળું મારવાનો આદેશ આપ્યો છે.


એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારને જાસ્મિન શાહની સરકારી ગાડી અને સ્ટૉપને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. એલજી ઑફિસમાંથી આદેશ મળ્યા બાદ એસડીએમ સિવિલ લાઈન્સે ગુરુવારે રાતે જ ડીડીડીસી ઑફિસ પરિસરને સીલ કરી દીધું હતું. જણાવવાનું કે જાસ્મમિનને ચાર વર્ષ પહેલા દિલ્હી સંવાદ તેમજ વિકાસ પંચના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કેજરીવાલની કેબિનેટે તેના નામે મોહર લગાડી હતી. તેના પર કેજરીવાલ સરકારના થિંક ટેંક તરીકે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.



જાસ્મી શાહ સરકારી પદ પર હોવા છતાં ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લેતા હતા અને આમ આદમી પાર્ટીનો પક્ષ રજૂ કરતા હતા. બીજેપી તરફથી આને લઈને ઉપરાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પછી એલજી ઑફિસ તરફથી તેમને પહેલા ચેતવણી પણ આપવામાં આવી હતી. તો કેજરીવાલ તરફથી તેમનો બચાવ પણ કરવામાં આવ્યો હતો. હવે જાસ્મિનને પદ પરથી સસ્પેન્ડ કરતા તેમની ઑફિસમાં પણ તાળું મારી દેવામાં આવ્યું છે. આ મામલે હવે રાજનીતિ પણ જોવા મળી શકે છે.


આ પણ વાંચો : Mumbai Pune એક્સપ્રેસવે પર અકસ્માત, 5ના મોત

દિલ્હી બીજેપીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ આ મામલે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે બીજેપી સાંસદ સાહિબ સિંહ વર્માની ફરિયાદ પર એક્શન લેવામાં આવી છે. તેમણે કહ્યું કે એલજીએ DDCDના વાઈસ ચેરમેન જાસ્મીન શાહની ઑફિસ સીલ કરી દેવામાંઆવી છે અને મુખ્યમંત્રી કેજરીવાલને જાસ્મિન શાહને ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જાસ્મીન શાહ પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. બીજેપી સાંસદ પ્રવેશ સાહિબ સિંગ વર્માની પ્રતિક્રિયા પણ સામે આવી ચૂકી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે મેં કરેલી ફરિયાદ અરજી પર LG સાહેબે DDCDના VC જાસ્મીન શાહને પદ પરથી ખસેડવાનો આદેશ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 12:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK