Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી હૉરર કેસ: ૧૧ પોલીસને લાપરવાહી બદલ સસ્પેન્ડ કરાયા

દિલ્હી હૉરર કેસ: ૧૧ પોલીસને લાપરવાહી બદલ સસ્પેન્ડ કરાયા

Published : 14 January, 2023 09:09 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી પોલીસે ગઈ કાલે ૧૧ પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ન્યુ યરની રાતે ૨૦ વર્ષની યુવતીને કારની નીચે ઘસડીને મારી નાખવામાં આવી હતી એ રૂટ પર આ પોલીસ-કર્મચારીઓ ફરજ બજાવતા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ દિલ્હી પોલીસે ગઈ કાલે ૧૧ પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ન્યુ યરની રાતે ૨૦ વર્ષની યુવતીને કારની નીચે ઘસડીને મારી નાખવામાં આવી હતી એ રૂટ પર આ પોલીસ-કર્મચારીઓ ફરજ બજાવતા હતા. સ્પેશ્યલ પોલીસ કમિશનર શાલિની સિંહની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી દ્વારા આ અકસ્માતની તપાસનો સોંપવામાં આવેલા રિપોર્ટ બાદ ગૃહમંત્રાલયે ગુરુવારે દિલ્હી પોલીસને આ રૂટ પર તહેનાત કરવામાં આવેલા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જે પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં બે સબ-ઇન્સ્પેક્ટર, ચાર અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, ચાર હેડ કૉન્સ્ટેબલ અને એક કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે. 
આ ઘટનાની દેશભરમાં ખૂબ જ ચર્ચા થઈ છે ત્યારે ઘટનાસ્થળથી પુરાવા અને સૅમ્પલ્સ કલેક્ટ કરવા માટે ગુજરાતમાંથી ફૉરેન્સિક એક્સપર્ટ્સને બોલાવવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત જણની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 09:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK