કોર્ટે તેને વચગાળાની મદદ મેળવવા પર નિર્ભર રહેવાને બદલે નોકરી કરીને જાતે કમાણી કરવાનો પ્રયત્ન કરવા કહ્યું હતું.
દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હી હાઈ કોર્ટે એક પત્નીની મેઇન્ટેનન્સ મેળવવાની અરજી રિજેક્ટ કરતાં એક મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો કે ભણેલીગણેલી અને જૉબ એક્સ્પીરિયન્સ ધરાવતી વાઇફે જસ્ટ પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકાય એ માટે નોકરી કરવાનું અવૉઇડ ન કરવું જોઈએ.
ઑસ્ટ્રેલિયાથી માસ્ટર્સ ડિગ્રી લઈને આવેલી અને દુબઈમાં પ્રોફેશનલ એક્સ્પીરિયન્સ લઈ ચૂકેલી એક મહિલાએ છૂટાછેડાનો કેસ ચાલે ત્યાં સુધી પતિ પાસેથી ઇન્ટરિમ ભરણપોષણ મેળવવાની અરજી કરી હતી. પહેલાં તે પોતાના પેરન્ટ્સ સાથે અને પછીથી મામા સાથે રહેતી હોવાથી તેને વચગાળાની મદદની જરૂર છે એમ કહીને મહિલાએ કોર્ટને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે જસ્ટિસ ચંદ્રા ધારી સિંહે નોંધ્યું હતું કે મહિલા પાસે દુનિયાદારીનું ભાન છે અને તેની પાસે પૂરતું એજ્યુકેશનલ બૅકગ્રાઉન્ડ છે. અન્ય સીમિત તકો ધરાવતી અને માત્ર પતિ પર જ નિર્ભર રહેતી મહિલા જેવી તેની સ્થિતિ નથી. એવા સંજોગોમાં કોર્ટે તેને વચગાળાની મદદ મેળવવા પર નિર્ભર રહેવાને બદલે નોકરી કરીને જાતે કમાણી કરવાનો પ્રયત્ન કરવા કહ્યું હતું.

