દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત ED કેસમાં મનીષ સિસોદિયા (Manish Sisodia)ને કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે.
મનીષ સિસોદિયા
દિલ્હી હાઈકોર્ટ (Delhi High court) દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત ED કેસમાં મનીષ સિસોદિયા (Manish Sisodia)ની જામીન અરજી ફગાવી દીધી છે.
ADVERTISEMENT
આ સાથે, કોર્ટે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કોમ્યુનિકેશન ડાયરેક્ટર વિજય નાયર, હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અભિષેક બોઈનાપલ્લી, બિનોય બાબુ (દારૂ કંપની મેસર્સ પરનોડ રિકાર્ડના મેનેજર)ની જામીન અરજીઓ પણ ફગાવી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટના જામીન નામંજૂર કરવાના નિર્ણયને મનીષ સહિત તમામ આરોપીઓએ પડકાર્યો હતો.
મનીષ સિસોદિયા(Manish Sisodia)ની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઇઝ પોલિસી બાબતમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સિસોદિયા ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ, 26 ફેબ્રુઆરીએ, સીબીઆઈએ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે 8 કલાકની પૂછપરછ પછી ધરપકડ કરી હતી. 30 મેના રોજ હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
દિલ્હીમાં ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઑફ સ્પેશ્યલાઇઝ્ડ એક્સલન્સની નવી બિલ્ડિંગનું ગઈ કાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે તેઓ ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાને યાદ કરીને ખૂબ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. થોડીક ક્ષણ માટે સમગ્ર માહોલ ભાવુક થઈ ગયો હતો. એ દરમ્યાન કેજરીવાલે કહ્યું હતું કે આજે મનીષજીની ખૂબ યાદ આવી રહી છે. એ મનીષજીનું સપનું હતું. આ લોકો (બીજેપી સરકાર) ઇચ્છે છે કે દિલ્હીમાં શિક્ષણમાં ક્રાંતિ નાબૂદ થઈ જાય. સરકારે ફેક કેસ કરીને આટલી સારી વ્યક્તિને જેલમાં નાંખી છે.
બીજી બાજુ મહારાષ્ટ્ર રાજકારણમાં ધમાસાણ મચી છે. જયારથી અજીત પવાર શિંદે જુથમાં જોડાયા અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારેથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે ફટકો છે. અજીત પવારની બળવાખોરી પર વિવિધ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એનસીપી નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે મારા માટે હંમેશાં તેઓ અજીતદાદા છે અને રહેશે. તો બીજુ બિહારમાં પણ મહારાષ્ટ્ર જેવી ઊથલ પાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. જેડીયુ ધારાસભ્ય નીતીશ કુમારથી નારાજ છે. સાથે જ જયંત ચૌધરી પણ યુપીમાં એનડીએમાં સામેલ થઈ શકે છે. તેઓ અખિલેશ યાદવથી નારાજ છે. સપાના ધારાસભ્યોમાં પણ નારાજગી ઉભી થાય તેવી શક્યતા છે.