અગ્નિપથ યોજના શરૂ થતા પહેલા ભારતીય વાયુસેનામાં ભરતી સાથે જોડાયેલ વધુ એક અરજી પર સુનાવણી માટે કૉર્ટે 17 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
સુપ્રીમ કૉર્ટે (Supreme Court) સશસ્ત્ર દળોમાં પ્રવેશ માટે સરકારની અગ્નિપથ યોજનાને જાળવી રાખનારા દિલ્હી હાઈ-કૉર્ટના આદેશને પડકાર આપવા સંબંધે બે અરજીઓ ફગાવી દીધી અને યોજનાની વૈધતાની પુષ્ટિ કરી.
અગ્નિપથ યોજના શરૂ થતા પહેલા ભારતીય વાયુસેનામાં ભરતી સાથે જોડાયેલ વધુ એક અરજી પર સુનાવણી માટે કૉર્ટે 17 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
ADVERTISEMENT
મખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારદીવાલાની પીઠે કહ્યું કે અગ્નિપથ યોજનાની શરૂઆત પહેલા રક્ષાદળો માટે રેલીઓ, શારીરિક અને ચિકિત્સા પરીક્ષણો જેવી ભરતી પ્રક્રિયાઓના માધ્યમે ચૂંટાયેલા ઉમેદવારે પાસે નિયુક્તિના નિહિત અધિકાર નથી.
અમે HCના નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કરવા માગતા- SC
ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય વિરુદ્ધ ગોપાલ કૃષ્ણ અને અધિવક્તા એમએલ શર્મા દ્વારા દાખલ અલગ-અલગ અરજીઓને ફગાવતા, "માફ કરજો, અમે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કરવા માગતા. ઉચ્ચ ન્યાયાલયે બધા પાસાઓનો વિચાર કર્યો હતો."
સુપ્રીમ કૉર્ટમાં 27 માર્ચે સશસ્ત્ર દળોમાં ભરતી માટે કેન્દ્રની યોજનાને યોગ્ય ઠેરવનારા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી માટે સહેમતી દર્શાવી હતી. ઉચ્ચ ન્યાયાલયે 27 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે અગ્નિપથ યોજના રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખવા માટે પ્રશંસનીય ઉદ્દેશની સાથે રાષ્ટ્રીય હિતમાં તૈયાર કરવામાં આવી હતી.
HCએ અગ્નિપથ યોજનાને જણાવી રાષ્ટ્ર હિતમાં
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકાર આપનારી અરજીઓને દિલ્હી હાઈ કૉર્ટે ફગાવી દીધી હતી. કૉર્ટે કહ્યું હતું કે આ યોજના રાષ્ટ્રીય હિતમાં અને એ નક્કી કરવા માટે બનાવવામાં આવી હતી, જેથી સશસ્ત્ર દળ બહેતર થઈ શકે.
આ પણ વાંચો : વીડિયો વિવાદ બાદ દલાઈ લામાએ બાળક અને તેના પરિવારની માગી માફી
14 જૂન 2022ના રજૂ થઈ હતી અગ્નિવીર સ્કીમ
અગ્નિપથ યોજનાને 14 જૂન, 2022ના રોજ રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી કરવા માટેના નવા નિયમો જણાવવામાં આવ્યા હતા. આ નિયમો પ્રમાણે સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની ઊંમરના યુવાનો જ આમાં ઉમેદવાર બની શકે છે અને તેમને જ આ ચાર વર્ષના કાર્યકાળ માટે સામેલ કરવામાં આવશે.