અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર સોમવારે સાંજે સ્ટે મૂકી દીધો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે. તેમણે કહ્યું કે કાલે સવારે દિલ્હીનું બજેટ નહીં આવે.
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
દિલ્હીની (Delhi) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સરકાર અને કેન્દ્ર વચ્ચેની અથડામણ વધતી જાય છે. સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી ન મળવાને કરાણે મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ નહીં કરવામાં આવે. માહિતી પ્રમાણે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર સોમવારે સાંજે સ્ટે મૂકી દીધો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે. તેમણે કહ્યું કે કાલે સવારે દિલ્હીનું બજેટ નહીં આવે. કાલથી દિલ્હી સરકારના કર્મચારી ડૉક્ટર્સ અને ટીચર્સને વેતન નહીં મળે... આ ગુંડાગર્દી ચાલી રહી છે.
જણાવવાનું કે કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી વચ્ચે હાલ અથડામણ વધી રહી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ ધરપકડ કરી લીધી છે. જે કારણે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
ADVERTISEMENT
નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હી સરકાર સાથે ખેંચતાણ પર ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે આમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક મર્યાદાઓ હોય છે બોલવાની તે તૂટી છે. એક વાત કહેવા માગીશ કે `જો પેડ ને હવા કે લિએ કહી હૈ- રોજ ગિરાતી યહ પત્તે મેરે લેકિન ફિર ભી હવાઓ સે ટૂટતે નહીં હૈ રિશ્તે મેરે. આ આપણી સરકાર છે આની સાથે સંબંધ કઈ રીતે તૂટશે.
આ પણ વાંચો : જૂની પેન્શન યોજનાની માગ કરતાં કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી, CM શિંદેએ આપી ખાતરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાના નિવેદન પર કહ્યું કે હું સમજું છું કે આ નાની વાત છે. જનતંત્રનું માન રાખવું જોઈએ. બે કરોડ લોકોએ જો કોઈ સરકારને ચૂંટીને મોકલી છે તો તે સરકારને કામ કરવા દેવું જોઈએ. તે સરકારને જો તમે કામ કરવા નહીં આપો જુદાં-જુદાં પ્રકારની અડચણો આણશો તો આ બરાબર નથી.`