Delhi Excise Policy Case: એલજી વીકે સક્સેનાએ આ કેસમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મંજૂરી આપી
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) પહેલા દિલ્હી (Delhi)ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને મોટો આંચકો લાગ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Lieutenant Governor VK Saxena)એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇડી (Enforcement Directorate - ED)ને એક્સાઇઝ પોલિસી કેસ (Delhi Excise Policy Case)માં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે.
EDનો આરોપ છે કે, અરવિંદ કેજરીવાલે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લઈને જી સંસ્થાઓને અનુચિત લાભ આપ્યા હતા. તે જ સમયે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ આ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે, બે વર્ષની તપાસમાં એક પૈસો પણ વસૂલવામાં આવ્યો નથી. આપે કહ્યું હતું કે, ‘કહેવાતા દારૂ કૌભાંડની તપાસ બે વર્ષથી ચાલી રહી છે, 500 લોકોને પરેશાન કર્યા છે, 50,000 પાનાના દસ્તાવેજો ફાઈલ કર્યા છે, અને 250 થી વધુ દરોડા પાડ્યા છે, એક પણ પૈસો વસૂલવામાં આવ્યો નથી. અને આ કેસમાં અનેક છિદ્રો છે. છેલ્લા વર્ષોમાં કોર્ટના વિવિધ આદેશો દ્વારા કેસમાં બહુવિધ છિદ્રો પ્રકાશિત થયા છે. બીજેપીનું અસલી લક્ષ્ય AAP અને અરવિંદ કેજરીવાલને કોઈપણ રીતે કચડી નાખવાનું હતું.’
ADVERTISEMENT
નોંધનીય છે કે, EDની કાર્યવાહીની ફરિયાદમાં આરોપ છે કે અરવિંદ કેજરીવાલે ‘સાઉથ ગ્રૂપ ના સભ્યો સાથે ૧૦૦ કરોડ રૂપિયાની કિકબેક મેળવવાનું કાવતરું ઘડ્યું હતું અને ‘ટેઇલર-મેડ’ દારૂની નીતિ ઘડી અને અમલમાં મૂકીને ખાનગી સંસ્થાઓને અનુચિત લાભો આપ્યા હતા. વિવિધ દારૂની દુકાનોમાં દક્ષિણ જૂથ માટે હિસ્સો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો, અને તેને આબકારી નીતિ 2021-22ના ઉદ્દેશ્યો વિરુદ્ધ બહુવિધ છૂટક ઝોન રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મંજૂરી આપી દીધી છે. ૫ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી.
તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે એલજી પાસેથી પરવાનગી માંગી હતી. EDએ દાવો કર્યો હતો કે તેણે કથિત રીતે આબકારી નીતિના "નિર્માણ અને અમલીકરણમાં એકંદર ભ્રષ્ટાચાર" શોધી કાઢ્યો હતો. આ વર્ષે ૧૭ મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court)માં દાખલ કરાયેલ ફરિયાદ નંબર ૭માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે ૯ જુલાઈના રોજ ફરિયાદની નોંધ લીધી હતી. તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના આંતરિક અહેવાલના આધારે, એલજીએ જુલાઈ 2022માં દિલ્હી આબકારી નીતિ 2021-22ની રચના અને અમલીકરણમાં કથિત પ્રક્રિયાગત ક્ષતિઓ અને નિયમો અને કૃત્યોના ઉલ્લંઘનની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કેજરીવાલની આ વર્ષે માર્ચમાં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.