Arvind Kejriwal Plea in Delhi High Court: આ મામલે આગામી સુનાવણી 17 જુલાઈએ થવાની થશે એવો ચુકાદો હાઈ કોર્ટે આપી છે.
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal Plea in Delhi High Court) જામીન અરજી મામલે શુક્રવારે પાંચમી જુલાઈએ 2024 દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કેજરીવાલના જામીન અરજીમાં સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડને પણ પડકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવી છે અને હવે આ મામલે આગામી સુનાવણી 17 જુલાઈએ થવાની થશે એવો ચુકાદો હાઈ કોર્ટે આપી છે.
કેસની સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું કે “અરવિંદ કેજરીવાલ કોઈ આતંકવાદી નથી, તેમને જામીન કેમ નથી આપવામાં આવી રહ્યા? વકીલની આ દલીલ પર અદાલતે (Arvind Kejriwal Plea in Delhi High Court) કહ્યું કે તમે નીચલી કોર્ટમાંથી પણ જામીન મેળવી શકો છો. તો આવી સ્થિતિ માટે તમે હાઈ કોર્ટ સમક્ષ કેમ આવ્યા છો? કોર્ટે નોટિસ જાહેર કરી છે તેમ જ સીબીઆઈને સુનાવણી દરમિયાન જવાબ દાખલ કરવા માટે પણ સમય આપ્યો છે.
ADVERTISEMENT
જ્યારે દિલ્હી હાઈ કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને પૂછ્યું કે તેઓ જામીન માટે સીધા હાઈ કોર્ટમાં કેમ આવ્યા હતા, જ્યારે તેમની પાસે સેશન્સ કોર્ટમાં (Arvind Kejriwal Plea in Delhi High Court) તેમના માટે અરજી દાખલ કરવાનો વિકલ્પ હતો. તેના પર કેજરીવાલના વકીલોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ઘણા નિર્ણયો છે જે અમને સીધા અહીં આવવાનો અધિકાર આપે છે. ટ્રિપલ ટેસ્ટની શરતો અમને લાગુ પડતી નથી. ફરાર થવાનો ભય નથી. એ પણ નોંધવું જોઈએ કે આ ધરપકડ કેસ નોંધાયાના બે વર્ષ બાદ થઈ છે. સીબીઆઈએ વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ અહીં સીધા ન આવી શકે. અમે ચાર ચાર્જશીટ દાખલ કરી છે.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ (Arvind Kejriwal Plea in Delhi High Court) વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કાયદાનો નિર્ણય કર્યો છે. કલમ 45 PMLA અહીં સમાવેલ નથી. જજ આજે જ આ અંગે સુનાવણી કરી શકે છે. આ જામીન અરજી છે. જો સીબીઆઈના વકીલો આવીને કહે કે મારે ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ તો આ બધા નિર્ણયોનો અર્થ શું છે.
આ વાત પર કોર્ટે કહ્યું કે, "સુપ્રિમ કોર્ટે કેટલા કેસમાં (Arvind Kejriwal Plea in Delhi High Court) યોગ્યતાના આધારે ટ્રાયલ કોર્ટમાં જવાનું કહ્યું છે... કાયદો સ્પષ્ટ છે, અમારી પાસે સમવર્તી અધિકારક્ષેત્ર છે. જ્યારે ઉપાય હોય ત્યારે હાઈ કોર્ટને અવરોધશો નહીં. કેજરીવાલના જામીન માટે તમારી પાસે કોઈ કારણ હશે જે માટે તમે સીધા હાઈ કોર્ટ આવ્યા છે.