પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની ઈડી કેસમાં દાખળ જામીન અરજી પર સુનાવણી પૂરી થઈ. રાઉજ એવેન્યૂ કૉર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો. કૉર્ટ 26 એપ્રિલના જામીન પર નિર્ણય સંભળાવશે.
મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)
દિલ્હીના (Delhi) પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની (Manish Sisodia) ઈડી કેસમાં દાખલ જામીન અરજી પર મંગળવાર (18 એપ્રિલ)ના સુનાવણી થઈ. રાઉજ એવેન્યૂ કૉર્ટે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. કૉર્ટ હવે 26 એપ્રિલના જામીન પર નિર્ણય સંભળાવશે. કૉર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીના વકીલે જામીનનો વિરોધ કર્યો. એક જૂના નિર્ણયને સામે રજૂ કરતા ઈડીના વકીલે કહ્યું કે કૉર્ટે આ સ્ટેજ પર આવીને જામીન ન આપવી જોઈએ.
મનીષ સિસોદિયાના વકીલે કહ્યું ઈડીનું કામ એ જણાવવાનું નથી જીઓએમ અને કેબિનેટમાં શું થયું? ઈડીએ એ જણાવવું જોઈએ કે જો કોઈ ક્રાઈમ થયો છે તો આથી કોને ફાયદો થયો છે. સિસોદિયાના વકીલે કહ્યું કે ફક્ત અનુમાનોના આધારે સિસોદિયાને અટકમાં ન રાખી શકાય. તેમના વિરુદ્ધ કોઈ મની લૉન્ડ્રિંગનો કેસ બનતો જ નથી.
ADVERTISEMENT
પૂર્વ ડિપ્ટી સીએમના વકીલે કહ્યું કે ડિસ્ટ્રીબ્યૂટર માર્જિન પર કોઈ કેપ નહોતી, જેને ઘટાડીને 12 ટકા કરવામાં આવી. પ્રૉફિટ માર્જિન પર 12 ટકાની કેપ લગાડવામાં આવી, 5 ટકા મિનિમમ કેપ હતી. રવિ ધવન બ્યૂરોક્રેટ છે, તે કોઈ ભારતના રાષ્ટ્રપતિ નથી. રવિ ધવનની અનેક સલાહોને અમે સામેલ કર્યા, કેટલાકને અમે સ્વીકાર નથી કર્યો.
આ પણ વાંચો : Bilkis Bano: `સફરજનની તુલના...` SCની આકરી ટિપ્પણી, ગુજરાત સરકારની દલીલ?
સિસોદિયાના વકીલે કહ્યું કે શું કૉર્ટ એ કહી શકે છે કે ટેન્ડર માટે લૉટરી કેમ કાઢવામાં આવી? ટેન્ડર માટે બોલી કેમ લગાડવામાં આવી? જો પૂર્વ ઉપમુખ્યમંત્રીએ કોઈ અધિકારીને કાયદા પ્રમાણે કામ કરવા માટે કહ્યું હતું, તો આમાં ક્રાઈમ કેવી રીતે થઈ ગયું.