મનીષ સિસોદિયા (AAP Leader Manish Sisodia)ને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આજે પ્રોડક્શન માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ (Delhi Police)મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતી જોવા મળી હતી.
મનીષ સિસોદિયા
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા (AAP Leader Manish Sisodia)ને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આજે પ્રોડક્શન માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ (Delhi Police)મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતી જોવા મળી હતી. આ વાક્યની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે.
મનીષ સિસોદિયાનું ગળું પકડીને લઈ જતી પોલીસની એક ક્લિપ શેર કરતા સીએમ કેજરીવાલે લખ્યું, "શું પોલીસને મનીષજી સાથે આ રીતે ગેરવર્તન કરવાનો અધિકાર છે? શું પોલીસને ઉપરથી આવું કરવા માટે કહેવામાં આવ્યું છે?"
ADVERTISEMENT
નોંધનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ મામલામાં ઘેરાયેલા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.
દિલ્હી પોલીસે આ પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ
क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023
આ પણ વાંચો: Mumbai Police: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસને ટ્વિટર પર મળ્યો મેસેજ
સીએમ કેજરીવાલે આતિષીના એકાઉન્ટમાંથી આ ક્લિપને રીટ્વીટ કરી છે. આ વિડીયો શેર કરતા આતિશીએ લખ્યું કે, રાઉઝ એવન્યુ કોર્ટમાં આ પોલીસકર્મી દ્વારા મનીષ જી સાથે દુર્વ્યવહાર. દિલ્હી પોલીસે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનીષ સિસોદિયાએ સુનાવણી દરમિયાન ટેબલ, ખુરશી અને કેટલાક પુસ્તકોની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. વાસ્તવમાં, એક્સાઇઝ કૌભાંડ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થવાની હતી, જેના માટે તેમને આજે રજૂ કરવામાં આવ્યા હતા.