Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુકેશ ચંદ્રશેખરની મની લૉન્ડ્રિંગ મામલે ઈડીએ કરી ધરપકડ, મળી 9 દિવસની કસ્ટડી

સુકેશ ચંદ્રશેખરની મની લૉન્ડ્રિંગ મામલે ઈડીએ કરી ધરપકડ, મળી 9 દિવસની કસ્ટડી

Published : 16 February, 2023 07:42 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈડીએ એક નવા કેસમાં સુકેશની ધરપકડ કરી છે. આ કેસ રેલિગેયર એન્ટરપ્રાઈઝેસ લિમિટેડના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહની પત્ની સાથે દગાખોરી મામલે જોડાયેલો છે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


તિહાડ (Tihar Jail) જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરની ગુરુવારે (16 ફેબ્રુઆરી)ના રોજ ઈડીએ એક અન્ય કેસમાં ધરપકડ કરી છે. ષડયંત્રકાર સુકેશને ઈડીએ ગુરુવારે પટિયાલા હાઉસ કૉર્ટમાં રજૂ કર્યો. પટિયાલા હાઉસ કૉર્ટ (Patiala House Court)એ સુકેશ ચંદ્રશેખરને 9 દિવસ માટે ઈડીની રિમાન્ડમાં મોકલવામાં આવ્યો. ઈડીએ એક નવા કેસમાં સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી છે.


આ કેસ રેલિગેયર એન્ટરપ્રાઈઝેસ લિમિટેડના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહની પત્ની સાથે 3.5 કરોડ રૂપિયાની દગાખોરી મામલે જોડાયેલો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કૉર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ સુકેશને નવ દિવસની ઈડી કસ્ટડીમાં મોકલી દીધા છે. વધારાના સત્ર ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે સુકેશને દરરોજ 15 મિનિટ માટે પોતાના વકીલને મળવાની છૂટ પણ આપી છે.



ઈડીએ માગી હતી 14 દિવસની રિમાન્ડ
ઈડીએ ક્રાઈમમાં સામેલ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા સુકેશની 14 દિવસ માટે રિમાન્ડ માગી હતી. ઈડીએ આરોપ મૂક્યો હતો કે સુકેશે તિહાડ જેલમાં બંધ માલવિંદર સિંહની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ પૈસા વસૂલવા માટે કાયદા સચિવ બનીને મલવિંદર સિંહની પત્નીનો સંપર્ક કર્યો હતો. એજન્સીએ કહ્યું કે સુકેશ ખોટા નિવેદનો આપી રહ્યો છે અને તપાસમાં સહયોગ નથી કરી રહ્યો.


આ પણ વાંચો : ચાહત ખન્ના વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો સુકેશે?

200 કરોડના કેસમાં જેલમાં બંધ છે સુકેશ
સુકેશ પહેલેથી જ 200 કરોડના ગોટાળાના કેસમાં ન્યાયિક અટકમાં છે. તેણે કહેવાતી રીતે ફોર્ટિસ હેલ્થકૅરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંગની પત્ની અદિતિ સિંહ સાથે દગાખોરી કરી હતી. પ્રવર્તન નિદેશાલય (RD)એ 2021ના આ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી સહિત બૉલિવૂડની અનેક એક્ટ્રેસ તેમજ મૉડલ્સની ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે તેમના કહેવાતા સંબંધોને મામલે પૂછપરછ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 07:42 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK