Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલે દિલ્હીના મુખ્ય પ્રધાનપદે શપથ લેનારાં આતિશીની નવી કૅબિનેટ થઈ ગઈ તૈયાર

આવતી કાલે દિલ્હીના મુખ્ય પ્રધાનપદે શપથ લેનારાં આતિશીની નવી કૅબિનેટ થઈ ગઈ તૈયાર

Published : 20 September, 2024 02:01 PM | Modified : 20 September, 2024 02:24 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેજરીવાલ કૅબિનેટના ચારેય મિનિસ્ટર ઉપરાંત એક દ​િલ​​​ત વિધાનસભ્યને પણ બનાવવામાં આવશે પ્રધાન

આતિશી માર્લેના સિંહ

આતિશી માર્લેના સિંહ


૪૩ વર્ષનાં આતિશી માર્લેના સિંહ આવતી કાલે મુખ્ય પ્રધાનપદના સોગંદ લઈને દિલ્હીનાં યંગેસ્ટ મુખ્ય પ્રધાન બનશે. ગઈ કાલે આતિશીએ પોતાની નવી કૅબિનેટ પણ ફાઇનલ કરી દીધી હતી. 
આવતી કાલે આતિશીની સાથે અત્યારની અરવિંદ કેજરીવાલની કૅબિનેટના ચાર મિનિસ્ટર સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોટ, ગોપાલ રાય અને ઇમરાન હુસૈન પણ શપથ લેવાના છે. આતિશીની કૅબિનેટમાં એક નવો ચહેરો જોવા મળશે અને તે હશે સુલતાનપુર માજરા બેઠકના વિધાનસભ્ય મુકેશ અહલાવત. દલિત સમાજમાંથી આવતા મુકેશ અહલાવતને પ્રધાન બનાવ્યા બાદ પણ કૅબિનેટમાં એક મિનિસ્ટરની જગ્યા ખાલી રહેશે. દિલ્હીનાં મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલાં આતિશીએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો હું દિલ્હીના લોકપ્રિય મુખ્ય પ્રધાન, આમ આદમી પાર્ટી (AAP)ના નૅશનલ કન્વીનર અને મારા ગુરુ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું. તેમણે મારા પર ભરોસો મૂકીને મને બહુ જ મોટી જવાબદારી સોંપી છે. પહેલી વાર રાજકારણમાં એન્ટ્રી મારનારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવું અરવિંદ કેજરીવાલની લીડરશિપવાળી AAPમાં જ શક્ય છે. જો હું બીજી કોઈ પાર્ટીમાં હોત તો મને ચૂંટણી લડવા પણ ન મળી હોત.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 02:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK