કોર્ટે અરવિંદ કેજરીવાલને ૧૦મી મેએ ચૂંટણીપ્રચાર માટે ૨૧ દિવસના જામીન પર મુક્ત કર્યા હતા
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોર્ટથી રાહત મળી નથી એટલે તેમણે આજે તિહાડ જેલમાં સરેન્ડર થવું પડશે. કોર્ટે અરવિંદ કેજરીવાલને ૧૦મી મેએ ચૂંટણીપ્રચાર માટે ૨૧ દિવસના જામીન પર મુક્ત કર્યા હતા. તેમના જામીનની મુદત આજે પૂરી થાય છે.
વચગાળાના જામીન માટે કેજરીવાલની અરજી પર કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી. આ અરજી પર કોર્ટ દ્વારા ૫ જૂને ચુકાદો આપવામાં આવશે. કેજરીવાલે આ પહેલાં નાદુરસ્ત તબિયત અને મેડિકલ-ટેસ્ટનું કારણ આપી વચગાળાના જામીનની મુદત સાત દિવસ લંબાવવા માટે અરજ ગુજારી હતી. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ રાઉઝ એવન્યુની સ્પેશ્યલ કોર્ટનાં જજ કાવેરી બાવેજાએ જણાવ્યું હતું કે વચગાળાના જામીનની અરજી પર અદાલત ૫ જૂને ચુકાદો આપશે.