પોલીસે જણાવ્યું કે પહેલો કૉલ રાતે ૨.૧૮ વાગ્યે આવ્યો હતો.
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
નવી દિલ્હી : દિલ્હીમાં કારનો પીછો કરવા માટે ૯ પોલીસ કન્ટ્રોલરૂમની વૅનને કહેવામાં આવ્યું હતું છતાં એ વૅન કારનો પીછો કરી શકી નહોતી.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે એ સમયે પાંચથી છ વૅન એ જ રસ્તામાં હતી. તેમને સમગ્ર ઘટનાના સાક્ષી રહેલા દીપક દહિયા દ્વારા ૨૦ કૉલ કરવામાં આવ્યા હતા, જેણે એક કારની નીચે ઘસડાતી અંજલિના શરીરને જોયું હતું. ૯ પોલીસ-વૅનને આ કારને શોધવા માટે જણાવાયું હતું, પરંતુ કોઈ પણ વૅન કારને શોધી શકી નહોતી. પોલીસે જણાવ્યું કે પહેલો કૉલ રાતે ૨.૧૮ વાગ્યે આવ્યો હતો. ત્યારે સતત ૪.૨૭ મિનિટ સુધી કૉલ આવતા રહ્યા છતાં પોલીસ-વૅન એ કાર કે અંજલિના રસ્તા પર પડેલા મૃત શરીરને શોધી શકી નહોતી. પોલીસે જણાવ્યા પ્રમાણે ફૉગને કારણે કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું.