Delhi Assembly Election 2025: "યોગીજી, અમિત શાહને ગાઈડ કરો. આજે તેઓએ દિલ્હીના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે" કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ અને યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2025)ના ગરમ માહોલ વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આમ આદમી સરકાર પણ નિશન સાધ્યું હતું, ત્યારબાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે અમિત શાહના નામનો ઉલ્લેખ કરીને વળતો પ્રહાર કર્યો છે.
યોગીજી, અમિત શાહને ગાઈડ કરો – અરવિંદ કેજરીવાલ
ADVERTISEMENT
યોગી આદિત્યનાથે પહેલી સભાને સંબોધિત કરતાં ઘૂસણખોરોને મદદ કરવા અને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. હવે એ જ આક્ષેપો સામે પલટવાર કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, “યોગીજી, અમિત શાહને ગાઈડ કરો. આજે યોગીજીએ દિલ્હીના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. હું તે વાતથી સહમત છું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, પણ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમિત શાહના નેતૃત્વમાં છે. 11 ગેંગસ્ટરોએ દિલ્હી પર કબજો કર્યો છે. તેમણે અમિત શાહને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે ઠીક કરવી તે અંગે માર્ગદર્શન કરવું જોઈએ.”
Delhi Assembly Election 2025: જોકે, આવું નિવેદન આપ્યું છે ત્યારે એ જાણવી અગત્યનું છે કે યોગી આદિત્યનાથે એવું તો શું કહ્યું હતું? તો તમને જણાવી દઈએ કે જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 2020ની રમખાણોમાંઆમ આદમી પાર્ટીના કાઉન્સિલરોની મિલીભગતનો પર્દાફાશ થયો હતો. આ લોકો રાષ્ટ્રીય સુરક્ષા સાથે ગેમ રહી રહ્યા છે. તેમને સત્તામાં આવવાનો કોઈ અધિકાર નથી. તેઓએ આગળ જણાવ્યું હતું કે, નોઈડાના રસ્તા દિલ્હીના રસ્તા કરતા ઘણા સારા છે. યોગી આદિત્યનાથે આમ આદમી પાર્ટીને જુઠ્ઠાણાનું એટીએમ ગણાવ્યું અને તેના પર છેતરપિંડીના સુદ્ધાં આરોપો મૂક્યા હતા.
મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, "હું યોગીજીને કહેવા માંગુ છું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા અમિત શાહના હેઠળ છે. તેમણે અમિત શાહ સાથે બેસીને તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સમજાવવું જોઈએ કે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય. અમિત શાહ સરકારોને પાડવામાં અને ધારાસભ્યોના શિકાર કરવામાં વ્યસ્ત છે.”
સીએમ યોગીએ જ્યારે આમ આદમી પાર્ટી પર ગેરકાયદેસર સ્થળાંતર અને વધુના મુદ્દા પર ટીકા કરી ત્યારબાદ અરવિંદ કેજરીવાલની આવી ટિપ્પણી સામે આવી છે. ગુરુવારે જનકપુરી વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભા (Delhi Assembly Election 2025)ને સબોધતી વેળાએ સીએમ યોગીએ કેજરીવાલની AAP સરકાર પર `બાંગ્લાદેશી ઘૂસણખોરો`ની મદદથી રાષ્ટ્રીય રાજધાનીમાં 2020માં `હુલ્લડો મચાવવા`નો આરોપ પણ લગાવ્યો હતો.
તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે આપેલું આ નિવેદન સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયું હતું.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election 2025) 5 ફેબ્રુઆરીના રોજ થવાની છે. આ ચૂંટણી એક જ તબક્કામાં યોજાનાર છે. 8 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે કુલ 699 ઉમેદવારો વચ્ચે આ ઇલેક્શન થનાર છે.