બેંગ્લુરુ(Bengaluru)માં આઈકિયા સ્ટોરના (IKEA Store) ફૂડ કૉર્ટમાં (Food Court) એક મહિલા નાસ્તાનો આનંદ માણી રહી હતી, દરમિયાન તે દંગ રહી ગઈ જ્યારે તેના ટેબલ પર મરેલો ઉંદર તેણે જોયો. આ જોઈને તેનું મન બગડ્યું, ત્યાર બાદ તેણે કંપનીની ઝાટકણી કાઢતા પોસ્ટ કરી
તસવીર સૌજન્ય : ટ્વિટર
બેંગ્લુરુ(Bengaluru)માં આઈકિયા સ્ટોરના (IKEA Store) ફૂડ કૉર્ટમાં (Food Court) એક મહિલા નાસ્તાનો આનંદ માણી રહી હતી, દરમિયાન તે દંગ રહી ગઈ જ્યારે તેના ટેબલ પર મરેલો ઉંદર તેણે જોયો. આ જોઈને તેનું મન બગડ્યું, ત્યાર બાદ તેણે કંપનીની ઝાટકણી કાઢતા પોસ્ટ કરી, જે હવે વાયરલ થઈ રહી છે.
જ્યારે તમે કોઈ રેસ્ટૉરન્ટમાં જમવા જાઓ છો, તો તે જગ્યા પર મળનારી સુવિધાઓ પર તમારું ધ્યાન ચોક્કસ જાય છે. ખાસ કરીને સાફ-સફાઈ પર દરેક વ્યક્તિનું ધ્યાન જાય છે. એવામાં વિચારો કે તમે સરસ મજાના ફૂડ કૉર્ટમાં બેસીને તમારા જમવાનો આનંદ માણી રહ્યા છો અને એકાએક મરેલો ઉંદર તમારા ટેબલ પર આવી ધમકે તો? સામાન્ય છે કે આ જોઈને તમે દંગ રહી જશો. સાથે જ મૂડ બગડશે તે જૂદું. તાજેતરમાં જ એક મહિલા સાથે કંઈક આવું જ થયું, જ્યારે તે એક જાણીા ફર્નીચર રિટેલરના ફૂડ કૉર્ટમાં સ્નૅક્સ માણી રહી હતી. ટ્વિટર (Twitter) પર માયા (@Sharanyashettyy)નામની યૂઝરે આ ઘટના વિશે જણાવ્યું છે. બે તસવીરો પોસ્ટ કરતા તેણે લખ્યું- અંદાજ લગાડો કે આઈકિયા (IKEA)ના ફૂડ કૉર્ટમાં અમારા ખાવાના ટેબલ પર શું પડ્યું? તેણે આગળ લખ્યું- અમે ખાઈ રહ્યાં હતાં અને માથેથી એક મરેલો ઉંદર અમારા ટેબલ પર પડ્યો. ખૂબ જ ડઘાવનારી ક્ષણો હતી એ.
ADVERTISEMENT
Wtf.. guess what fell in our food table at ikea ????? I can`t even.
— Maya (@Sharanyashettyy) July 16, 2023
We were eating and this rat just dropped dead..
Most bizzare moment ever!@IKEA@IKEAIndia pic.twitter.com/R45C1BCNkc
આઈકિયાએ માગી માફી
16 જુલાઈના શૅર કરવામાં આવેલા પોસ્ટે ઈન્ટરનેટ યૂઝર્સ જ નહીં, પણ IKEA ઈન્ડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. જેના પછી કંપની તરફથી આ ઘટના માટે મહિલા પાસેથી માફી માગવામાં આવી છે. ઑફિશિયલ ટ્વિટર પેજ પરથી કસ્ટમરના ટ્વીટ પર રિપ્લાય કરતા કંપનીએ લખ્યું, - આઈકિયા નાગાસાંડ્રામાં થયેલી આ અપ્રિય ઘટના માટે અમે માફી માગીએ છીએ. અમે આની તપાસ કરી રહ્યા છીએ અને દરેક પ્રકારની સાવચેતીના પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. આઈકિયાએ લખ્યું કે ફૂડ સેફ્ટી અને હાઈજીન અમારી ટૉપ પ્રાયોરિટી છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા કસ્ટમરને સૌથી સારો અનુભન મળે.
Hej! We apologize for the unpleasant incident at IKEA Nagasandra. We`re currently investigating the situation & ensuring to take all precautionary efforts. Food safety and hygiene is our top priority, and we want our customers to always have the best shopping experience at IKEA.
— IKEAIndia (@IKEAIndia) July 17, 2023
આ પોસ્ટ જોયા બાદ યૂઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. અત્યાર સુધી આ પોસ્ટને 74 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકોએ સ્વીડનની કંપની આઇકિયાની માત્ર ટીકા જ નથી કરી પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેને અટકાવવા માટે યોગ્ય કાર્યવાહીની માગ પણ કરી છે. એક યૂઝરે લખ્યું છે હે ભગવાન, આ મેં શું જોઈ લીધું. આને જોતાં જ મને ઊલ્ટી જેવું થવા માંડ્યું છે. તો અન્ય યૂઝરે કહ્યું - જ્યારે તસવીર જોઈને જ ઘૃણા થાય છે, તો વિચારો તે મહિલા સાથે શું થયું હશે?