૨૩ ડિસેમ્બરે તે બોરવેલમાં પડી ગઈ હતી અને ગઈ કાલે દસમા દિવસે તેની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી હતી
ત્રણ વર્ષની ચેતના
જયપુર નજીક કોટપુતલીમાં બોરવેલમાં પડીને ૧૭૦ ફુટની ઊંડાઈએ ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાનો મૃતદેહ ગઈ કાલે બહાર કાઢવામાં આવ્યો હતો. ૨૩ ડિસેમ્બરે તે બોરવેલમાં પડી ગઈ હતી અને ગઈ કાલે દસમા દિવસે તેની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી હતી. બોરવેલની નજીક ટનલ ખોદીને ચેતના સુધી ટીમ પહોંચી હતી, પણ તેમને નિશ્ચેતન ચેતના મળી આવી હતી.