Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હાઈ કોર્ટના આદેશના ૧૯ દિવસ પછી ઇન્દોર પોલીસે પાંચ જણ સામે ફરિયાદ નોંધી, પણ અરેસ્ટ કોઈની નહીં

હાઈ કોર્ટના આદેશના ૧૯ દિવસ પછી ઇન્દોર પોલીસે પાંચ જણ સામે ફરિયાદ નોંધી, પણ અરેસ્ટ કોઈની નહીં

Published : 05 September, 2024 09:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૪ વર્ષની મહિલા પર બળાત્કાર કરીને તેને નગ્નાવસ્થામાં ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં ૩૪ વર્ષની મહિલા પર ૧૧ જૂને કરવામાં આવેલા બળાત્કારના કેસમાં હાઈ કોર્ટના આદેશના ૧૯ દિવસ બાદ ઇન્દોર પોલીસે પાંચ જણ સામે બળાત્કારની ફરિયાદ નોંધી છે. જોકે કોઈની પણ ધરપકડ થઈ નથી. મહિલાનો આરોપ છે કે તેને મારવામાં આવી હતી અને નગ્નાવસ્થામાં ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી.


૩૪ વર્ષની મહિલાએ કરેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં જણાવ્યું છે કે તેને ૧૧ જૂને બળજબરીથી એક ગોડાઉનમાં લઈ જવામાં આવી હતી અને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, ટીવી પર વિડિયો જોઈને તેની સાથે અકુદરતી સેક્સ પણ કરવામાં આવ્યો હતો, તેને બેલ્ટથી મારવામાં આવી હતી અને અડધા કલાક સુધી તેને નગ્નાવસ્થામાં ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી.



આ કેસમાં પોલીસે સોમવારે રાતે પાંચ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે આરોપીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નહોતાં.


આ મહિલાએ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઇન્દોર બેન્ચ સમક્ષ કરેલી પિટિશનમાં જણાવ્યું હતું કે તેણે ૧૭ જુલાઈએ કનાડિયા પોલીસ-સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસે કોઈ પગલાં લીધાં નહોતાં. આને પગલે ૧૪ ઑગસ્ટે હાઈ કોર્ટે કનાડિયા પોલીસ-સ્ટેશનના ઇનચાર્જને મહિલાની ફરિયાદ પર વિચારણા કરવા અને ૯૦ દિવસમાં યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

 


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2024 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK