Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Covid-19 : ભારતમાં આવશે કોરોનાની લહેર! ઝડપથી ફેલાય છે નવું સબ વેરિએન્ટ

Covid-19 : ભારતમાં આવશે કોરોનાની લહેર! ઝડપથી ફેલાય છે નવું સબ વેરિએન્ટ

Published : 17 March, 2023 06:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીમાં કોરોનાવાયરસ સંક્રમણથી એક-એક પેશન્ટનું મોત થઈ ચૂક્યું છે. એવામાં નવા કેસમાં ઝડપી વધારો ચિંતાજનક છે.

કોરોનાવાયરસ (પ્રતીકાત્મક તસવીર)

કોરોનાવાયરસ (પ્રતીકાત્મક તસવીર)


ભારતમાં કોરોના મહામારીની (Corona Pandemic) આગામી લહેર આવવાની શંકા બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 796 નવા કેસ આવ્યા છે અને હવે દેશમાં કોરોના સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4, 46, 93, 506 થઈ ગઈ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાના નવું વેરિએન્ટ (Coronavirus New Variant) ખૂબ જ સંક્રમણશીલ છે તે ખૂબ જ ઝડપથી ફેલી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીમાં કોરોનાવાયરસ સંક્રમણથી એક-એક પેશન્ટનું મોત થઈ ચૂક્યું છે. એવામાં નવા કેસમાં ઝડપી વધારો ચિંતાજનક છે. આ માટે જાગૃકતા જરૂરી છે, કદાચ લાપરવાહીથી વાત બગડી ન જાય.


હેલ્થ મિનિસ્ટ્રીનું કહેવું છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારનો આંકડો પાર કરી ચૂકી છે અને બધા સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના નવા કેસમાં વધારાની પાછળ આના સબ-વેરિએન્ટ XBB 1.16 અને XBB 1.15ના હોવાની શક્યતા દર્શાવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં કોરોનાવાયરસ સંક્રમણને લઈને સતર્કતા રાખવા માટે કહેવામાં આવ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે XBB.1.16 કોરોનાના વેરિએન્ટ, XBBનો સબ વેરિએન્ટ છે. આની સીધી અસર ઇમ્યૂનિટી પર પડે છે. આથી ગળામાં ખરાશ, શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો સામે આવ્યા છે. જો કે, કેટલાક લોકોએ થાક, માથાનો દુઃખાવો જેવી ફરિયાદ પણ કરી છે.



આ પણ વાંચો : મનીષ સિસોદિયાની ED રિમાન્ડ પાંચ દિવસ લંબાઈ, એજન્સીએ કહ્યું- જાણીજોઈને બદલ્યો ફોન


અમેરિકાથી ત્રણ ગણા વધારે કેસ ભારતમાં, મહામારી ફેલવાની શંકા
નવા વેરિએન્ટ્સને કારણે વધતા કોરોના સંક્રમણના કેસ પર નજર રાખનારા ઈન્ટરનેશનલ પ્લેટફૉર્મ પ્રમાણે, ભારતમાં સબ-વેરિએન્ટ XBB 1.16ના સૌથી વધારે કેસ નોંધાયા છે. અન્ય દેશોમાં પણ કેસ મળ્યા છે જેમાં અમેરિકામાં 15 જ્યારે સિંગાપુરમાં 14 કેસ સામે આવ્યા છે. ભારતમાં આની સંખ્યા 48 થઈ ગઈ છે. સબ-વેરિએન્ટ XBB 1.16 વિશે એક્સપર્ટ્સ જણાવે છે કે પહેલા ઓમિક્રૉન વિશ્વમાં ફેલાયું હતું, પણ હવે સબ વેરિએન્ટ XBB 1.16ને કારણે મહામારી ફેલાવાની શંકા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જેમની ઈમ્યુનિટી નબળી છે તે લોકો પર જોખમ જળવાયેલું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK