કોરોનાની નવી લહેર વચ્ચે, એક વૉટ્સએપ મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઑમિક્રૉનનું નવું સબ-વેરિએન્ટ એક્સબીબી પાંચ ગણું વધારે ઝેરી છે અને ડેલ્ટા વેરિએન્ટની તુલાનામાં આનો મૃત્યુદર વધારે છે.
Coronavirus
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં(China) કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. આ સિવાય, જાપાન, અમેરિકા સહિત અનેક દેશ છે, જ્યાં એક અઠવાડિયામાં લાખો કોરોનાના કેસ સામે આવ્યા છે. આ બધા વચ્ચે ભારત સરકાર પણ અલર્ટ મોડમાં છે. રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે કે પૉઝિટીવ કેસના જિનોમ સિક્વેસિંગ માટે સેમ્પલ મોકલવામાં આવે.
કોરોનાની નવી લહેર વચ્ચે, એક વૉટ્સએપ મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઑમિક્રૉનનું નવું સબ-વેરિએન્ટ એક્સબીબી પાંચ ગણું વધારે ઝેરી છે અને ડેલ્ટા વેરિએન્ટની તુલાનામાં આનો મૃત્યુદર વધારે છે. વાયરલ મેસેજમાં એ પણ લખેલું છે કે આના લક્ષણો અન્ય સબ-વેરિએન્ટ કરતા ઘણાં અલગ છે.
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વાયરલ થતા આ મેસેજને ફેક અને ખોટો ગણાવ્યો છે. લોકોને આવા મેસેજ ફૉર્વર્ડ ન કરવા અને તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે હાલનો ડેટા એ સલાહ નથી આપતો કે એક્સબીબી ઑમિક્રૉનની તુલનામાં વધારે ઘાતક છે, જે પોતે ડેલ્ટા વેરિએન્ટથી ઓછું જોખમી છે.
નવેમ્બર 2022માં, સમાચાર એજન્સી રૉયટર્સે આ દાવાનું ખંડન કરતા એક ફેક્ટ ચેક કર્યું કે ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં એક્સબીબી વેરિએન્ટ વધારે ઘાતક છે કે વધારે ગંભીર કોરોનાનું કારણ બને છે.
આ પણ વાંચો : Corona Effect: સંસદમાં માસ્કનું થયું કમબૅક, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કરી આ અપીલ
ઈન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂએશન (IHME)ના નિષ્કર્ષોનો હવાલો આપતા, એ કહેવામાં આવ્યું છે કે એક્સબીબી વેરિએન્ટ ઑમિક્રૉનના છેલ્લા વેરિએન્ટ્સની તુલનામાં વધારે સંક્રામક છે, પણ આ ઓછું ગંભીર છે. ખાસ કરીને એ પણ માનવામાં આવી રહ્યું છે કે ચીનમાં હાલ ચાલતી કોવિડ લહેરોની પાછળનું વેરિએન્ટ ઑમિક્રોનનું બીએફ.7 સબવેરિએન્ટ છે, ન કે એક્સબીબી વેરિએન્ટ.