Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > `ભીડમાં પહેરો માસ્ક`:કોરાનાથી ચીનની હાલત કફોડી થતા સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર

`ભીડમાં પહેરો માસ્ક`:કોરાનાથી ચીનની હાલત કફોડી થતા સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર

Published : 21 December, 2022 06:59 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્ર સરકાર કોરોનાના કેસ પર ધ્યાન આપે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ પણ આજે શીર્ષ અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે મહામારીની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી.

પ્રતીકાત્મક તસવીર

Coronavirus

પ્રતીકાત્મક તસવીર


ચીનમાં (China) કોરોના (Coronavirus) (Covid-19)ના વધતા કેસને જોતા ભારત દેશ પણ સતર્ક થઈ ગયો છે. કેન્દ્ર સરકાર કોરોનાના કેસ પર ધ્યાન આપે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ પણ આજે શીર્ષ અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે મહામારીની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી.


કોવિડ 19 પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાની બેઠકમાં કોરોના પર દર અઠવાડિયા સ્વાસ્થ્ય મંત્રાલયની સમીક્ષા બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે લોકોને ભીડમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે.



બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે પલે કહ્યું કે હાલ પેનિકની જરૂર નથી. ભીડમાં માસ્ક પહેરવાની બધાને સલાહ છે. દર અઠવાડિયે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સમીક્ષા બેઠક થશે. ટેસ્ટિંગ પર્યાપ્ત માત્રામાં થઈ રહી છે. વચ્ચે વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે કે શું હજી પગલાં લેવામાં આવશે? કોઈ નવી ગાઈડલાઈન હાલ જાહેર નથી કરવામાં આવી રહી.


કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બધા કોવિડ પૉઝિટીવ કેસના નમૂના દરરોજ INSACOG જીનોમ સીક્વેન્સિંગ લેબમાં મોકલવાના નિર્દેશ પહેલા જ આપી દેવામાં આવ્યા છે. INSACOG ભારતમાં કોવિડના વિભિન્ન પ્રકારોનું અધ્યયન અને નિરીક્ષણ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ એક મંચ છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી બધા રાજ્યોને એક પત્રમાં કહેવામાં આવ્યું છે, `જાપાન, સંયુક્ત રાજ્ય અમેરિકા, કોરિયા ગણરાજ્ય, બ્રાઝીલ અને ચીનમાં કોરોનાના કેસની એકાએક તેજી જોવા મળી, નવા વેરિએન્ટને ટ્રેક કરવા માટે કોવિડ પૉઝિટિવ કેસના જીનોમ સીક્વેન્સિંગને તૈયાર કરવી જરૂરી છે.`


આ પણ વાંચો : કૉંગ્રેસનો માંડવિયાની ચિઠ્ઠી પર પલટવાર, શું પીએમ મોદીએ કોરોનાના નિયમોનું પાલન કર્યુ ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, દેશે છેલ્લા 24 કલાકોમાં 131 તાજેતરના કોવિડ પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. જોકે, આ સોમવારે 181થી ઓછા છે. હાલમાં સક્રીય કેસની સંખ્યા 3,408 છે.

કોરોના થકી છેલ્લા 24 કલાકમાં ત્રણ મોત નોંધાયા છે બે કેરળમાંથી અને એક પશ્ચિમ બંગાળમાંથી. મંત્રાલયની વેબસાઈટ પ્રમામે, રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ વેક્સિનના લગભગ 220 કરોડ ડૉઝ આપી દેવામાં આવ્યા છે.

કહેવાતી રીતે ચીન પોતાની ઝીરો કોવિડ નીતિમાં ફેરફાર બાદ કોવિડ સાથે સંબંધિત મૃત્યુમાં વૃદ્ધિ અટકાવવા માટે સંઘર્ષ કરે છે. ઝીરો કોવિડ નીતિમાં કડક લૉકડાઉન અને સામૂહિક પરીક્ષણ (ટેસ્ટ) લાગુ પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : China Coronavirus: હોસ્પિટલમાં બેડની તો મેડિકલમાં દવાની અછત, લોકોની કફોડી હાલત

કહેવાતી રીતે ચીનના એક અપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકોના માર્યા ગયા બાદ ઝીરો કોવિડ નીતિનું મોટા પાયે લોકોએ વિરોધ કર્યો હતો. લોકોનો આરોપ હતો કે આ કડક નીતિને કારણે ફાયર વિભાગની ગાડીઓ આગ સામે યોગ્ય રીતે લડી શકી નહીં.

રિપૉર્ટ્સ પ્રમાણે, ચીનમાં કોરોનાના કેસ વધ્યા બાદ હૉસ્પિટલો પર બોજો વધ્યો છે અને ફાર્મસીઓમાં દવા ખતમ થઈ ગઈ છે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોને અંતિમ સંસ્કાર માટે શ્મશાન સુદ્ધાં નથી મળી શકતું.

આ પણ વાંચો : ચીનમાં ૨૦૨૨માં કોરોનાનું ટ્વેન્ટી૨૦

સમાચાર એજન્સી એએફપીના રિપૉર્ટ પ્રમાણે, ચીની અધિકારીઓનું કહેવું છે કે વાયરસની પ્રગતિને ટ્રેક કરવું અશક્ય છે. બીજિંગમાં સ્થાનિક અધિકારીઓએ સોમવારે આપેલા મૃત્યુના સમાચારમાં મંગળવારે કોવિડ થકી પાંચ મોતના સમાચાર આપ્યા.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 06:59 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK