દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ સામે આવ્યા છે. 7 દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલના રોજ કોરોનાના 5335 કેસ સામે આવ્યા હતા. એટલે કે કહી શકાય છે કે દરરોજના કેસ 7 દિવસમાં લગભગ બમણાં થઈ ગયા છે.
Covid-19 Update
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ સામે આવ્યા છે. 7 દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલના રોજ કોરોનાના 5335 કેસ સામે આવ્યા હતા. એટલે કે કહી શકાય છે કે દરરોજના કેસ 7 દિવસમાં લગભગ બમણાં થઈ ગયા છે. તો બુધવારે 7830, મંગળવારે 5676 અને સોમવારે 5880 કેસ સામે આવ્યા હતા. હૉસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવી છે અને કેટલાક રાજ્યોમાં ફેસ માસ્ક પહેરવા પણ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.
કોરોનાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે એક નવું વેરિએન્ટ ભારત પહોંચ્યું છે અને તે ખૂબ જ ખતરનાક છે. આ નવા વેરિએન્ટનું નામ આર્કટુરસ (Arcturus) છે જે ક્રેકેન વેરિએન્ટની તુલનામાં 1.2 ગણું વધારે સંક્રામક છે. આર્કટુરસ વેરિએન્ટ શું છે, એક્સપર્ટ્સની શું રાય છે, આના લક્ષણ, સારવાર અને બચાવની રીત શું છે? આ વિશે પણ જાણો અહીં...
ADVERTISEMENT
શું છે આર્કટુરસ વેરિએન્ટ (What is Arcturus Variant)
આર્કટુરસ વેરિએન્ટ વિશે કહેવામાં આવે છે કે આ ઓમિક્રૉનના 600થી વધારે સબ વેરિએન્ટમાંનું એક છે. આને અત્યાર સુધીનો સૌથી સંક્રામક સંસ્કરણ માનવામાં આવે છે. `આર્કટુરસ` નામ છે ઑમિક્રૉન સબવેરિએન્ટ XBB.1.16ને આપવામાં આવ્યું છે. આ ક્રેકેન વેરિએન્ટ (XBB.1.5) જેવું છે. આ વેરિએન્ટ પહેલીવાર જાન્યુઆરીમાં જોવા મળ્યું હતું. ન્યૂયૉર્ક ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી શૉના રાજેન્દ્રમ રાજનારાયણ પ્રમાણે, આર્કટુરસ વેરિએન્ટ કેલિફૉર્નિયા, અમેરિકા, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા, વૉશિંગ્ટન, ન્યૂ જર્સી, ન્યૂયૉર્ક, વર્જીનિયા અને ટેક્સાસ સહિત અમેરિકા સહિત 22 દેશોમાં જોવા મળ્યું છે પણ આના સૌથી વધારે કેસ ઈન્ડિયામાં મળ્યા છે.
આર્કટુરસને કારણે ભારતમાં સંક્રમણના કેસમાં ગયા મહિને 13 ગણો વધારો થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આની દેખરેખ કરવામાં આવી રહી છે અને કેટલાક ઑફિસર્સ પ્રમાણે આ વેરિએન્ટ ચિંતાનો વિષય બની શકે છે.
WHOની કોવિડ ટેક્નિકલ લીડ મારિયા વેન કેરખોવે માર્ચ 2023ના અંતમાં XBB.1.16 વેરિએન્ટ વિશે કહ્યું હતું, "આ નવા વેરિએન્ટના સ્પાઈક પ્રોટીનમાં એક વધારાનું મ્યૂટેશન છે જે સંક્રામકતા અને બીમારી પેદા કરવાની ક્ષમતાને વધારી શકે છે. આ અત્યાર સુધીનું સૌથી ઝડપથી ફેલાતું વેરિએન્ટ છે."
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોનાના અન્ય વેરિએન્ટની તુલનામાં આ વધારે ઘાતક હોઈ શકે છે. મહામારીના શરૂઆતના દિવસોથી જૂદું હાલ જે કોરોનાના કેસ આવી રહ્યા છે તેમના લક્ષણ ફ્લૂ જેવા છે. એક્સપર્ટ્સ પ્રમાણે, કોરોનાના કેસ આગામી 10-12 દિવસ સુધી વધતા રહેશે પણ ત્યાર બાદ ઓછા થવાના શરૂ થઈ જશે.
આર્કટુરસ વેરિએન્ટના લક્ષણો (Symptoms of the Arcturus variant)
ડબ્લ્યૂએચઓ પ્રમાણે, આ વેરિએન્ટ બાળકોમાં એવા નવા લક્ષણો પેદા કરે છે જે ઓમિક્રૉનના અન્ય વેરિએન્ટમાં જોવા મળ્યા નથી. WHOના વેક્સિન સેફ્ટી નેટના સભ્ય, ઈન્ડિયન એકેડમી ઑફ પીડિયાટ્રિક્સના પૂર્વ સંયોજક અને મંગલા હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, બિજનૌરના કન્સલ્ટેન્ટ ડૉ. વિપિન વશિષ્ઠ (Dr. Vipin Vashishtha) પ્રમાણે, તાવ, ઉધરસ, આંખમાં બળતરા, આંખમાં ચિપ-ચિપ, ગુલાબી આંખો આ નવા વેરિએન્ટના લક્ષણ છે.
આર્કટુરસથી બચવાની રીત (Ways to avoid arcturus)
જો કોઈને લક્ષણો દેખાય છે તો સૌથી પહેલા પોતાને આઈસોલેટ કરી લેવું અને પછી કોરોનાની તપાસ કરાવવી. તો હવામાન બદલવાને કારણે ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે જેના લક્ષણ કોરોના જેવા છે. શક્ય છે કે તમને સામાન્ય ફ્લૂ હોય. આથી તપાસ કરાવ્યા વગર અને ડૉક્ટર્સની સલાહ વગર કોઈપણ દવા ન લેવી.
આ પણ વાંચો : જો અજિત પવાર મારી પાર્ટીમાં જોડાય તો...: રામદાસ આઠવલેનું મોટું નિવેદન
આ સિવાય માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું, નિયમિત રૂપે હાથ ધોવા, વેક્સિન લગાડવી અને પબ્લિક ગેધરિંગથી બચવું.