અદાલતે ગયા મહિને પણ એનસીપીના નેતાને રીનલ સ્કૅન કરાવવાની પરવાનગી આપી હતી
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક (ફાઇલ તસવીર)
અહીંની સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકને કિડનીની તપાસ કરવાની પરવાનગી આપી હતી.
અદાલતે ગયા મહિને પણ એનસીપીના નેતાને રીનલ સ્કૅન (કિડની કેવી કામ કરે છે એ જોવા માટેની ન્યુક્લિયર મેડિસિન ટેસ્ટ) કરાવવાની પરવાનગી આપી હતી, પણ તેમને તાવ અને અન્ય આરોગ્યલક્ષી તકલીફો હોવાથી એ સમયે તપાસ થઈ શકી નહોતી.
ADVERTISEMENT
યાચિકામાં જણાવાયું હતું કે ‘અરજકર્તાના તાજેતરના મેડિકલ રિપોર્ટ અનુસાર આગામી મેડિકલ સારવાર નક્કી કરવા માટે સ્કૅન જરૂરી છે. આથી અરજીકર્તાને તપાસ માટે હૉસ્પિટલમાં જવાની પરવાનગી આપવાની વિનંતી કરવામાં આવે છે.’
મેડિકલ રિપોર્ટ તપાસ્યા પછી ન્યાયાધીશને નવાબ મલિકની અરજીમાં તથ્ય જણાયું હતું અને તેમણે આર્થર રોડ જેલના સુપરિન્ટેન્ડેન્ટને નવાબ મલિકને તપાસ માટે ૧૨ સપ્ટેમ્બરે ઘાટકોપરની સર્વોદય હૉસ્પિટલના ટેસ્ટ સેન્ટરમાં લઈ જવાનો હુકમ કર્યો હતો. ટેસ્ટનો ખર્ચ નવાબ મલિક દ્વારા ઉઠાવવામાં આવશે એમ અદાલતે જણાવ્યું હતું.