પત્રકારની હત્યા મામલે ગુરમીત રામ રહીમ દોષી જાહેર
રામ રહીમ
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ પર ચાલી રહેલા મર્ડર કેસનો ચુકાદો આવી ચૂક્યો છે. પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે રામ રહીમને દોષી જાહેર કર્યો છે. રામ રહીમ વીડિયો કોન્ફ્રેસિંગથી સુનારિયા જેલમાંથી કોર્ટમાં હાજર રહ્યો હતો. ગુરમીત સુનારિયા જેલમાં બે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે 20 વર્ષ કેદની સજા ભોગવી રહ્યો છે.કોર્ટના ચુકાદાને પગલે રાજ્યમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો છે. પોલીસની ચાર બટાલિયન તહેનાત કરી દેવામાં આવી છે. આ મામલે રામ રહીમ સિવાય કૃષ્ણ લાલ, કુલદીપ અને નિર્મલ સિંહ પર હત્યાનો આરોપ છે.
સંપૂર્ણ રાજ્યમાં જડબેસલાક સુરક્ષા
ADVERTISEMENT
કોર્ટના નિર્ણયને પગલે તમામ વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યા છે. પંચકૂલા કોર્ટ પરિસર, જેલ પરિસર અને સિરસા તેમજ ત્યાં ડેરા સચ્ચા સોદાની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. પંચકૂલા કોર્ટ પરિસરમાં સીબીઆઈની વિશેષ સુરક્ષા વચ્ચે ન્યાયાધીશ જગદીપ સિંહને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આંધ્રપ્રદેશ-પ.બંગાળ બાદ હવે છત્તીસગઢમાં CBIને નો એન્ટ્રી
પંચકૂલાના કોર્ટ પરિસરમાં તહેનાત પોલીસકર્મી
પંચકૂલાના ડીસીપી કમલદીર ગોયલે જણાવ્યું કે ચાર પોલીસ બટાલિયનો તહેનાત કરવામાં આવી છે. વેલા બિસ્ટા ચોકથી માજરી ચોક સુધી રસ્તો બંધ રહેશે. કોર્ટના પરિસરને પણ સીલ કરવામાં આવશે. ફક્ત વકીલો અને જેમના કેસને શુક્રવારની તારિખ આપવામાં આવી છે, તેમની બધી ચેકીંગ પછી જ જવા દેવામાં આવશે. આ સિવાય વિવિધ ક્ષેત્રોમાં નાકાબંધી કરવામાં આવી છે.