હાલમાં દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી લોકોમાં ભયનો માહોલ
COVID-19
ફાઇલ તસવીર (સૌજન્ય : સૈયદ સમીર આબેદી)
વર્ષ ૨૦૨૦માં આવેલા કોરોના વાયરસ (COVID-19)એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તે દિવસો હજી પણ લોકો ભુલ્યા નથી. એક પછી એક કોરોનાની ત્રણ લહેર આવી અને હવે ચોથી લહેરના એંધાણ વર્તાઇ રહ્યાં છે. હાલમાં દેશમાં કોરોનાના વધી રહેલા કેસોએ ફરી એકવાર લોકોના મનમાં ભય પેદા કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે કોરોનાના કેસમાં વધારાને લઈને સાવચેત રહેવાની જરૂર છે પણ ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં કોરોનાના વધી રહેલા કેસ પર નિયંત્રણ આવી જશે.
નિષ્ણાતોનું કહેવું છે કે, કોવિડના કેસમાં હાલનો ઉછાળો એ નવી લહેરનો સંકેત નથી. આવનારા દિવસમાં કેસ ઓછા થઈ જશે. એપ્રિલના બીજા સપ્તાહથી કોરોના કેસમાં ઘટાડો શરૂ થવાની સંભાવના છે. જોકે, જેઓ પહેલાથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અથવા જેઓ વૃદ્ધ દર્દીઓ છે તેમને વધારાની સાવચેતી રાખવાની સલાહ નિષ્ણાતોએ આપી છે. કારણકે, આવા લોકોને ચેપ લાગવાનું જોખમ વધારે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો – હજી કોરોના ગયો નથી..! નેતા અને અભિનેત્રી Kirron Kher કોરોના પોઝિટિવ, ટ્વિટમાં કહ્યું...
કોરોનાના કેસમાં વર્તમાન વધારો કેવી રીતે અગાઉની ત્રણ લહેરથી કઈ રીતે અલગ છે તે નિષ્ણાતોએ સમજાવ્યું છે. વાયરસની પેટર્ન ત્રણ મહિના પહેલા જેવી જ છે, ત્યારે પણ કેસ તે જ રીતે વધી રહ્યા હતા. આ વખતે ઈન્ફલ્યુએન્ઝાના ડરને કારણે લોકો હૉસ્પિટલોમાં જાય છે અને આ દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેથી કોરોનાના વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
આ પણ વાંચો – આ બીમારીઓએ ભારત સહિત વિશ્વમાં મચાવ્યો હાહાકાર
કોવિડ નિષ્ણાતોનું કહેવું છે કે, અગાઉની લહેરથી વાયરસની પેટર્નમાં તફાવત સમજવો મહત્વપૂર્ણ છે કારણ કે તે વાયરસના ચેપને રોકવા માટેના પગલાં લેવામાં મદદ કરી શકે છે. ભૂતકાળના વલણો મુજબ આગામી ૧૫-૨૦ દિવસમાં કોરોનાના કેસમાં વધારો ટોચ પર પહોંચી શકે છે. તે પછી કેસમાં ઘટાડો શરુ થશે. તેમના મતે, કોવિડ કેસની સંખ્યા વધી રહી છે પરંતુ તેની ગતિ ધીમી છે. આ વખતે તે વધારે ચેપી નથી. જો એવું હોત તો, છેલ્લા બે અઠવાડિયામાં કેસની સંખ્યા બમણી થઈ હોત.