ઓરિસ્સાના (Odisha) બાલાસોરમાં શુક્રવારે થયેલા કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત (Coromandel Express Collides)માં મરણાંક વધીને 261 થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી ANI અને PTI પ્રમાણે અકસ્માતમાં અત્યાર સુધી 900થી વધારે પ્રવાસીઓના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
ઓરિસ્સાના (Odisha) બાલાસોરમાં શુક્રવારે થયેલા કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત (Coromandel Express Collides)માં મરણાંક વધીને 261 થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી ANI અને PTI પ્રમાણે અકસ્માતમાં અત્યાર સુધી 900થી વધારે પ્રવાસીઓના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. રેલવે (Indian Railway) પ્રમાણે, 650 લોકો હૉસ્પિટલમાં દાખલ છે. રિપૉર્ટ પ્રમાણે, ત્રણ ટ્રેનની અથડામણ થઈ હતી. આ બધા વચ્ચે અકસ્માતનો સંયુક્ત ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટ સામે આવ્યો છે. રેલવે ટ્રાફિક (Railway Traffic)અધિકારીઓએ યાર્ડ લેઆઉટ અથવા ડાયાદ્રામથી આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે શુક્રવારે સાંજે ત્રણેય ટ્રેનોની સ્થિતિ શું હતી અને તેમની વચ્ચે અથડામણ કઈ રીતે અને કેમ થઈ.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બહાનગા બજાર સ્ટેશનની આઉટર લાઈન પર એક માલગાડી ઊભી હતી. હાવડાથી ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચડી ગયું. કુલ 15 બોગી ડીરેલ થઈ અને કેટલીક બોગીઓ છૂટીને ત્રીજા ટ્રેક પર પડી. થોડોક સમય બાદ ત્રીજા ટ્રેક પર આવતા હાવડા-બેન્ગલુરુ દુરંતોએ કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બાને ઠોકર મારી.
ADVERTISEMENT
રેલવે અધિકારીઓના ડાયાગ્રામમાં વચ્ચેની લાઈન `UP Line` છે, જ્યાં શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આવી રહી હતી. સરકારી સૂત્રોએ કહ્યું, "DN Main" તરીકે ચિહ્નિત બીજી લાઈન પર બેન્ગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના પછી તે નજીકની લાઈન પર એક માલગાડી સાથે અથડાયયા. ટ્રેનના ડબ્બા છટકીને `DN Main` લાઈન પર પણ પડી ગયા હચા. બેંગ્લુરુ-હાવડા ટ્રેને કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા ડબ્બાને ઠોકર મારી દીધી. એવામાં પ્રશ્ન એ છે કે શું સિગ્નલમાં થયેલી ભૂલને કારણે આ અકસ્માત થયો?
જો કે, કેટલાક રેલવે વિશેષજ્ઞોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું કોરોમંડલ એક્સપ્રેસે `લૂપ લાઈન`ની અંદર સીધી માલગાડીને ઠોકર મારી હશે. વિઝ્યુઅલ્સમાં કોરોમંડલ એક્સપ્રેસના એન્જિનને માલગાડી પર ચડેલું જોઈ શકાય છે, જે સીધા અથડામણના સંકેત આપે છે.
આ પણ વાંચો : તો ન થયો હોત આ અકસ્માત... રેલમંત્રી સામે મમતા બેનર્જીએ ઉઠાવ્યા પ્રશ્ન
એક `લૂપ લાઈન` મેઈન રેલવે ટ્રેકથી વિભાજિત થાય છે. જે થોડાંક અંતર બાદ ફરી મુખ્યલાઈન પર પાછી આવી જાય છે. આ બિઝી રેલવે ટ્રેકને મેનેજ કરવામાં મદદ કરે છે. અકસ્માત બાલાસોરના બહાનગા માર્કેટ સ્ટેશનોની પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગીને 20 મિનિટ થયો. પીએમ નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સરકારી સૂત્રોએ કહ્યું કે આ અકસ્માતની મેકેનિકલ, હ્યૂમન અને અન્ય દરેક પાસાંથી તપાસ કરવામાં આવશે.

