આ ત્રણેય બ્રિજ ગુજરાતમાં છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં બીલીમોરા અને સુરત સ્ટેશનની વચ્ચે છે
રાહુલ ગાંધી
તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ પર જોરદાર હુમલો કરતાં કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેમનું રિમોટ કન્ટ્રોલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે. એટલું જ નહીં, તેમણે આ રાજ્યની શાસક પાર્ટીને બીજેપીની બી-ટીમ ગણાવી હતી.
રાહુલે જણાવ્યું હતું કે ‘બીઆરએસ (ભારત રાષ્ટ્ર સમિતિ)એ પોતાનું નામ બદલ્યું છે. નવું નામ લાવવામાં આવ્યું છે. બીઆરએસ એટલે કે બીજેપી રિશ્તેદાર સમિતિ. મુખ્ય પ્રધાન વિચારે છે કે તેલંગણના તેઓ રાજા છે. કેસીઆર અને તેમની પાર્ટીના લીડર્સની વિરુદ્ધ મૂકવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેઓ બીજેપીને આધીન થઈ ગયા છે. જ્યાં બીઆરએસ સામેલ હશે એવા ગઠબંધનમાં કૉન્ગ્રેસ નહીં જોડાય.’
તેલંગણના ખમ્મમમાં એક જનસભાને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ હંમેશાં સંસદમાં બીજીપીની વિરુદ્ધ ઊભી રહી છે, પરંતુ કેસીઆરની પાર્ટી બીજેપીની બી-ટીમ છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસે રિસન્ટ્લી ભ્રષ્ટ અને ગરીબ વિરોધી સરકારની વિરુદ્ધ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને અમે આ રાજ્યના ગરીબો, ઓબીસી, લઘુમતીઓ અને કચડાયેલા વર્ગોની મદદથી તેમને હરાવ્યા હતા. તેલંગણમાં આવું જ થશે.’
બીજેપીની ટીકા કરતાં રાહુલે કહ્યું હતું કે ‘તેલંગણમાં બીજેપીનું કોઈ અસ્તિત્વ જ નથી. તેમનાં ચારેય ટાયર્સ પંક્ચર થઈ ગયાં છે. હવે આ કૉન્ગ્રેસ અને બીજેપીની બી-ટીમ વચ્ચેની લડાઈ છે.’