સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે પોતે સોશ્યલ મીડિયાનાં વડાં તરીકેની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે એટલે પોતે જ ચૂંટણી ન લડવાનું પાર્ટીને કહ્યું હતું.
કંગના રનૌત , સુપ્રિયા શ્રીનેત
કૉન્ગ્રેસનાં ફાયરબ્રૅન્ડ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને કંગના રનૌતની વિરુદ્ધ તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટ ભારે પડી રહી છે. ચારેકોરથી આ પોસ્ટનો વિરોધ થયા બાદ હવે તેમની પોતાની પાર્ટીએ પણ એની નોંધ લઈને તેમને લોકસભાની ટિકિટ આપવાનું ટાળ્યું છે. ૨૦૧૯માં કૉન્ગ્રેસનાં ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશમાં મહારાજાગંજમાંથી સુપ્રિયા શ્રીનેત ચૂંટણી લડ્યાં હતાં. તેમના સ્થાને વીરેન્દ્ર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. સુપ્રિયા શ્રીનેત ગઈ ચૂંટણીમાં BJPના ઉમેદવાર પંકજ ચૌધરી સામે હાર્યાં હતાં. સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે પોતે સોશ્યલ મીડિયાનાં વડાં તરીકેની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે એટલે પોતે જ ચૂંટણી ન લડવાનું પાર્ટીને કહ્યું હતું.