યોગી આદિત્યનાથે કર્યું ‘માં કી રસોઈ’નું ઉદ્ઘાટન
યોગી આદિત્યનાથે કર્યું ‘માં કી રસોઈ’નું ઉદ્ઘાટન
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે પ્રયાગરાજના સ્વરૂપ રાની મહેરુ ચિકિત્સાલયમાં ‘માં કી રસોઈ’નું ઉદ્ઘાટન કર્યું હતું. નંદી સેવા સંસ્થાન દ્વારા સંચાલિત આ રસોઈ ઘરનો ઉદ્દેશ આર્થિક રૂપથી કમજોર લોકોને માત્ર ૯ રૂપિયામાં ભરપેટ અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. આ થાળીમાં ચાર રોટી, શાક, મીઠાઈ, દાળ, ભાત અને સૅલડ પીરસવામાં આવશે.
ઉદ્ઘાટન બાદ યોગી આદિત્યનાથ ઔદ્યોગિક વિકાસપ્રધાન નંદગોપાલ ગુપ્તા સાથે કિચનમાં ગયા હતા અને રસોઈ બનાવવાની પ્રક્રિયા, સાફસફાઈનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ADVERTISEMENT
તેમણે સ્વયં થાળી તૈયાર કરીને એ લોકોને પીરસી હતી. તેમની સાદગી અને સેવાના ભાવે લોકોને પ્રેરિત કર્યા હતા.
‘માં કી રસોઈ’ માત્ર ગરીબોને ભોજન ઉપલબ્ધ કરાવશે એટલું જ નહીં, સમાજમાં એકતા અને સેવાના સંદેશને પણ પ્રોત્સાહન આપશે. આર્થિક રીતે કમજોર લોકોને ગરિમા સાથે ભોજન ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ છે.