જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની ડિમાન્ડ કરી
વડાપ્રધાનને મળ્યા ઓમર અબદુલ્લા
જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન બન્યા બાદ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન અને ગૃહપ્રધાનને મળ્યા હતા. બન્ને નેતા સમક્ષ તેમણે જમ્મુ ઍન્ડ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હોવાનું કહેવાય છે.
મુખ્ય પ્રધાન બન્યા બાદ ઓમર અબદુલ્લાની પહેલી કૅબિનેટની મીટિંગમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટેનું રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતું, જેને લેફ્ટનન્ટ ગવર્નરનું અપ્રૂવલ પણ મળી ગયું હતું. એવું મનાય છે કે ઓમર અબદુલ્લાએ આ રેઝોલ્યુશનની કૉપી વડા પ્રધાન અને ગૃહપ્રધાનને આપી હતી.
ADVERTISEMENT
આ સિવાય ૨૦ ઑક્ટોબરે જમ્મુ ઍન્ડ કાશ્મીરના ગંદેરબલ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાની પણ ચર્ચા થઈ હતી જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલાના સંદર્ભમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે હવે પોલીસ અને સિક્યૉરિટી ફોર્સિસે અલર્ટ રહેવું પડશે અને આવા હુમલાનું પુનરાવર્તન ન થાય એ નિશ્ચિત કરવું પડશે.

