જો સરકાર તેમની આ વાત માનશે તો જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧મા ચીફ જસ્ટિસ બનશે
ગઈ કાલે જસ્ટિસ સંજીવ ખન્ના (ડાબે)ને પોતાના અનુગામી બનાવવાનો ભલામણ-પત્ર દેખાડતા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ.
દસમી નવેમ્બરે રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે લૉ મિનિસ્ટ્રીને લેટર લખીને સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ સંજીવ ખન્નાને તેમના અનુગામી બનાવવા કહ્યું છે. જો સરકાર તેમની આ વાત માનશે તો જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧મા ચીફ જસ્ટિસ બનશે. જોકે તેઓ ૨૦૨૫ની ૧૩ મેએ રિટાયર થવાના હોવાથી ચીફ જસ્ટિસ બનશે તો પણ તેમનો કાર્યભાર છ મહિનાનો જ રહેશે. જસ્ટિસ સંજીવ ખન્નાની ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા વગર જ જાન્યુઆરી ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા.

