સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં જ નાગરિકતા સુધારા કાયદા માટેના નિયમોને જાહેર કરીશું.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.): નાગરિકતા સુધારા કાયદા, ૨૦૧૯ માટેના નિયમોને લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના ખાસ્સા સમય પહેલાં જાહેર કરવામાં આવશે. આ કાયદા હેઠળ સરકાર બિન મુસ્લિમ માઇગ્રન્ટ્સ - હિન્દુઓ, સિખો, જૈનો, બૌદ્ધ ધર્મના લોકો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા પૂરી પાડશે. આ સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં જ નાગરિકતા સુધારા કાયદા માટેના નિયમોને જાહેર કરીશું. એક વખત આ નિયમો જાહેર થાય, કાયદો અમલમાં મૂકી શકાય એટલે પાત્ર લોકોને ભારતીય નાગરિકત્વ આપી શકાશે.’