ભારતીય મૂળનાં અમેરિકન અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી દિવાળીની શુભેચ્છા પાઠવી છે અને તેમને પાછા લાવવા માટે નાસા વિવિધ પ્રયોગો કરી રહ્યું છે.
અજબગજબ
અંતરીક્ષયાત્રી યે ગુઆંગફૂ
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી દિવાળીની શુભેચ્છા પાઠવી છે અને તેમને પાછા લાવવા માટે નાસા વિવિધ પ્રયોગો કરી રહ્યું છે. એવામાં ચીનના અવકાશયાત્રીએ વિક્રમ સ્થાપ્યો છે. અંતરીક્ષયાત્રી યે ગુઆંગફૂએ ૩૬૫ દિવસ એટલે કે એક આખું વર્ષ અવકાશમાં પૂરું કર્યું છે. આ સિદ્ધિ મેળવનારા પ્રથમ ચીની અંતરીક્ષયાત્રી બન્યા છે. યેએ બે અંતરીક્ષ અભિયાનમાં કામ કર્યું છે. અવકાશમાં એક વર્ષ સુધી રહેવાની યેએ મેળવેલી સિદ્ધિને કારણે અવકાશ મિશનમાં ચીનની ક્ષમતા વધી રહી હોવાની વાતને મહત્ત્વ મળ્યું છે. એક વર્ષમાં યે ગુઆંગફૂએ અવકાશમાં વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, સ્પેસ સ્ટેશનની સંભાળ લીધી. કેટલીક સ્પેસવૉક પણ કરી હતી. યેની સફળતાની સાથે-સાથે ચીન હવે શેનઝોઉ-19 ઉપગ્રહ લૉન્ચ કરવાની તૈયારીમાં લાગી ગયું છે. આ ઉપગ્રહ ઍડ્વાન્સ માઇક્રોગ્રેવિટી રિસર્ચ અને ટેક્નૉલૉજી ટ્રાયલ પર ધ્યાન આપશે અને ચીનના અવકાશયાત્રીઓ અંતરીક્ષમાં સતત હાજર રહી શકે એ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.