Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીને ફરી કર્યો ઘુસણખોરીનો પ્રયાસ: અરુણાચલના તવાંગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ

ચીને ફરી કર્યો ઘુસણખોરીનો પ્રયાસ: અરુણાચલના તવાંગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ

Published : 13 December, 2022 12:33 PM | Modified : 13 December, 2022 12:52 PM | IST | Tawang
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઘટના 9 ડિસેમ્બરની છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય સેનાએ ફરી એકવાર LAC પર ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ (Tawang)ના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની (China) સેના વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. ચીની સૈનિકો ભારતીય સેનાની પોસ્ટ હટાવવા આવ્યા હતા, પરંતુ ભારતીય સૈનિકોની તત્પરતાએ ચીની સૈનિકોની યોજનાને બરબાદ કરી દીધી. આ અથડામણમાં બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. આ દરમિયાન તે જગ્યાનો સેટેલાઇટ ફોટો સામે આવ્યો છે, જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.
સેટેલાઇટ ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચીને તવાંગની સરહદ પાસે ગામડાઓ વસાહતો બનાવી છે. આટલું જ નહીં ચીની સેનાએ તે બાજુ એક રોડ પણ બનાવ્યો છે.


ઘટના 9 ડિસેમ્બરની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચીનની સેના 300 સૈનિકો સાથે યાંગત્સે વિસ્તારમાં ભારતીય પોસ્ટને હટાવવા પહોંચી હતી. ચીની સૈનિકો પાસે કાંટાળી લાકડીઓ અને દંડા પણ હતા, પરંતુ ભારતીય જવાનોએ તરત જ ચાર્જ સંભાળી લીધો હતો. આ પછી બંને સેનાઓ વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. ભારતીય સૈનિકોને આક્રમક થતા જોઈને ચીની સૈનિકોએ પીછેહટ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકોએ પથ્થરમારો કર્યો હતો. અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.



ચીની સૈનિકો ભારતીય ચોકી પર હુમલો કરવા માટે 15 દિવસથી તૈયારી કરી રહ્યા હતા. સોમવારે તેઓ નિશ્ચિત વ્યૂહરચના મુજબ 17,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા, પરંતુ ચીની સૈનિકોને જોઈને પહેલેથી જ તૈયાર રહેલા ભારતીય સૈનિકોએ મોરચો સંભાળી લીધો હતો. ભારતીય સેનાએ આ ઘટનાક્રમ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. ભારતીય સેનાએ કહ્યું કે “અમે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં LACને અડીને કેટલાક વિસ્તારો છે. અહીં બંને દેશો વચ્ચે અલગ ધારણા જોવા મળી રહી છે. બંને દેશો પોતપોતાની બાજુએ ક્લેમ લાઈન સુધી પેટ્રોલિંગ કરે છે. અહીં વર્ષ 2006થી આવી પરિસ્થિતિ છે.


આ પણ વાંચો: લખીમપુર હિંસાની સુનાવણી ક્યારે પૂરી થશે? સુપ્રીમકોર્ટે સેશન્સ જજ પાસે માગી માહિતી

9 ડિસેમ્બર 2022ના રોજ, ચીનના સૈનિકો એલએસી સેક્ટરમાં આગળ વધ્યા, જેનો સામનો સેનાએ ખૂબ જોર અને તાકાત સાથે કર્યો. બાદમાં બંને દેશના સૈનિકો ત્યાંથી પાછળ હટી ગયા હતા. ફોલોઅપ તરીકે, ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી અને શાંતિ જાળવવા બાબતે ચર્ચા થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 12:52 PM IST | Tawang | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK