સોમવારે કોર્ટે છાવલા રેપ કેસના આરોપીને મુક્ત કર્યા હતા. કોર્ટે જે સબુતોને આધારે દોષિતોને નિર્દોષ ઠેરવ્યા એમાં જ પોલીસ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ
દિલ્હીના છાવલામાં 11 વર્ષ પહેલા 18 વર્ષની યુવતીને જાહેરમાં લુખ્ખા ત્તત્વો અપહરણ કરીને લઈ ગયા હતા. ચાલતી કારમાં નરાધમોએ યુવતીને પીંખી નાખી હતી. બંધ દરવાજામાં યુવતી શરીર પર પડી રહેલા બોજ સામે બુમો પાડતી રહી અને શ્વાસ રુંધાતો ગયો પણ નિર્દય રાક્ષસો પોતાની વાસના પુરી કરતા રહ્યાં. આ પછી પણ તે રાક્ષસોની વાસના શમી નહીં, અને યુવતીના શરીરને બાળી નાખી. બાદમાં યુવતીના નિર્જિવ શરીરને ફેંકી ફરાર થઈ ગયા હતાં.
જોકે બાદમાં પોલીએ આરોપીને ઝડપી પાડ્યા હતાં. 14 અને 16 ફેબ્રુઆરીએ તેમના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસનું કારસ્તાન તો જુઓ. 11 દિવસ સુધી આ સેમ્પલ પોલીસ સ્ટેશનના માલ ખાનામાં પડ્યાં રહ્યાં. કોઈ પણ સુરક્ષા વગર. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ એ સેમ્પલ સીએફએસએલ મોકલવામાં આવ્યાં. આ ઘોર બેદરકારીને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાનો આધાર બનાવ્યો.
ADVERTISEMENT
આ પણ વાંચો:SCએ છાવલા બળાત્કાર-હત્યા કેસમાં મૃત્યુદંડની સજા રદ કરી, ત્રણેય દોષીઓને છોડી મૂક્યા
કોર્ટે આ પોલીસની આ ઘોર બેદરકારી વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહીનો નિર્દેશ આપવાને બદલે પોતાના ચુકાદામાં કહ્યું કે અદાલત સબુતના આધાર પર નિર્ણય કરે છે નહીં કે ભાવનાઓનાં વહીને. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આરોપીઓને પોતાની વાત કહેવાની યોગ્ય તક નથી મળી.બચાવ પક્ષની દલીલ એવી હતી કે સાક્ષીઓ પણ આરોપીને ઓળખી શક્યા નથી. કુલ 49 સાક્ષીઓમાંથી, દસની ઉલટ તપાસ કરવામાં આવી ન હતી.
આ કેસમાં આરોપીની ઓળખ માટે કોઈ પરેડ યોજાઈ ન હતી. ટ્રાયલ કોર્ટે પણ પ્રક્રિયાને અનુસરી ન હતી. ટ્રાયલ કોર્ટ, તેના વિવેકબુદ્ધિથી, સત્યના તળિયે જવા માટે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 165 હેઠળ જરૂરી પગલાં લઈ શકે છે. આ કેમ ન થયું?