પતિએ કહેવાતી રીતે પત્નીની હત્યા કરી દીધી છે અને પછી તેની લાશના ટુકડા કરી પોતાના જ ઘરમાં પાણીની ટાંકીમાં ફેંકી દીધા. હવે પોલીસે આખા કેસનો કોયડો ઉકેલતા આરોપીની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, આ ઘટના બિલાસપુરના ઉસલાપુરની છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પતિએ કહેવાતી રીતે પત્નીની હત્યા કરી દીધી છે અને પછી તેની લાશના ટુકડા કરી પોતાના જ ઘરમાં પાણીની ટાંકીમાં ફેંકી દીધા. હવે પોલીસે આખા કેસનો કોયડો ઉકેલતા આરોપીની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, આ ઘટના બિલાસપુરના ઉસલાપુરની છે.
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યક્તિ પવન ઠાકુરને શંકા હતી કે તેની પત્ની સતી સાહૂ તેની સાથે બેવફાઈ કરી રહી છે. ત્યાર બાદ તેણે પોતાની પત્નીને મારવાનું કાવતરું ઘડ્યું. આરોપીએ પત્નીની હત્યા કરીને તેની લાશનાં ટુકડા કર્યા અને તેને ઘરમાં મૂકવામાં આવેલી પાણીની ટાંકીમાં ફેંકી દીધા. પોલીસે લાશ જપ્ત કરી લીધી છે. શરૂઆતની તપાસના આધારે પોલીસનું કહેવું છે કે લાશને એક બે મહિના પહેલા જ ફેંકી દેવામાં આવી હશે.
ADVERTISEMENT
નિક્કી યાદવ હત્યાકાંડ
ગયા મહિને દિલ્હીમાં પણ પોતાની પ્રેમિકા નિક્કી યાદવની હત્યા કરવા અને તેની લાશના ટુકડાને એક ફ્રિજમાં રાખવાની ઘટના સામે આવી હતી. કેસમાં આરોપી સાહિલ ગેહલોતે નિક્કી યાદવની કહેવાતી રીતે હત્યા કર્યા બાદ તેની લાશને દક્ષિણ-પશ્ચિમ દિલ્હી સ્થિત પોતાના ઢાબાંની ફ્રિજમાં મૂકી દીધા હતા અને તે એક અન્ય યુવતી સાથએ લગ્ન કરવા માટે ચાલ્યો ગયો હતો. આ ઘટનાનો ખુલાસો ગુનાના ચાર દિવસ બાદ 14 ફેબ્રુઆરીના રોજ થયો. પોલીસ પ્રમાણે, તપાસ દરમિયાન સામે આવ્યું કે ગેહલોતે ઑક્ટોબર 2020માં યાદવ સાથે ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં.
આ પણ વાંચો : Earthquake: ભારતમાં સવારના પહોરમાં ધરતી ધ્રૂજી, અહીં અનુભવાયા ભૂકંપના આંચકા
શ્રદ્ધા વાલકર હત્યાકાંડ
આવો જ એક કેસ દક્ષિણ દિલ્હીના મહરૌલીનો છે, જ્યાં આરોપી આફતાબ પૂનાવાલા (28) પર પોતાની લિવ-ઈ પાર્ટનર શ્રદ્ધા વાલકર (27)ની હત્યા કરી તેની લાશના 35 ટુકડા કરવાનો આરોપ છે. આફતાબ પૂનાવાલાને ગયા વર્ષે 12 નવેમ્બરના દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીના મહારૌલી વિસ્તારમાં ભાડેથી લીધેલા પોતાના ફ્લેટમાં શ્રદ્ધા વાલકરની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે આફતાબે શ્રદ્ધાનું ગળું દાબીને હત્યા કરી તેમજ તેની લાશના લગભગ 35 ટુકડા કર્યા જેને તેણે ઘરે જ 300 લીટરના ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખી મૂક્યા. તતે ઘમાં દિવસો સુધી અડધી રાતે તેના શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં ફેંકવા માટે જતો હતો. બન્ને વચ્ચે ઝગડો થતા પૂનાવાલાએ 18મેના 2022ની સાંજે 27 વર્ષીય શ્રદ્ધા વાલકરનું ગળું દાબીને હત્યા કરી દીધી હતી.