સાડાચાર વર્ષની આ માદા ચિત્તા સહિત આઠ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યાં હતાં અને તેઓ ૧૭ સપ્ટેમ્બરથી શેઓપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કમાં છે.
નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મૃત્યુ તસવીર સૌજન્ય મિડ-ડે
મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં ગઈ કાલે કિડનીની બીમારીના કારણે નામિબિયન ચિત્તા સાશાનું મોત થયું હતું. લગભગ સાડાચાર વર્ષની આ માદા ચિત્તા સહિત આઠ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યાં હતાં અને તેઓ ૧૭ સપ્ટેમ્બરથી શેઓપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કમાં છે. પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (પીસીસીએફ-વાઇલ્ડલાઇફ) જે. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે કિડનીની બીમારીના કારણે ચિત્તા સાશાનું મૃત્યુ થયું હતું. છ મહિના કરતાં વધારે સમય પહેલાં આ માદા ચિત્તાનું આગમન થયું ત્યારથી એ અસ્વસ્થ હતી. એને ટ્રીટમેન્ટ માટે કુનો નૅશનલ પાર્કના ક્વૉરન્ટીન વાડામાં પાછી લઈ જવામાં આવી હતી. સાશાનું ક્રેટિનાઇન લેવલ ૪૦૦થી વધારે (ખરાબ કિડનીનું સૂચક) હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.