Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 1લી જુલાઈથી HDFC લિમિટેડ અને HDFC બેન્ક થશે મર્જ, જાણો કયા ફેરફારો કરાયા

1લી જુલાઈથી HDFC લિમિટેડ અને HDFC બેન્ક થશે મર્જ, જાણો કયા ફેરફારો કરાયા

Published : 27 June, 2023 05:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

HDFC બેંક અને HDFC લિમિટેડ 1લી જુલાઈ 2023ના રોજ મર્જ થવા જઈ રહી છે. HDFC ગ્રુપના ચેરમેન દીપક પારેખે મંગળવારે તેની જાહેરાત કરી દીધી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


જો તમારું HDFC બેંકમાં ખાતું હોય તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. એચડીએફસી બેન્ક સાથે સંલગ્ન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ HDFC બેંક અને HDFC લિમિટેડ 1લી જુલાઈ 2023ના રોજ મર્જ થવા જઈ રહી છે. HDFC ગ્રુપના ચેરમેન દીપક પારેખે મંગળવારે તેની જાહેરાત કરી દીધી છે.


આ મર્જરની વાત કરી તો આ દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે. આ મર્જર બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી દેશની બીજી સૌથી મોટી કંપની બની જશે એમાં કોઈ જ બેમત નથી.



હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ. (HDFC Ltd) ખાનગી ક્ષેત્રની HDFC બેંક સાથે મર્જ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ મર્જરની દરખાસ્તને મંજૂરી આપવા માટે HDFC અને HDFC બેન્કના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠક 30 જૂને મળવા જઈ રહી છે. આ ડીલ લગભગ $40 બિલિયનની હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ બે નાણાકીય સંસ્થાઓના વિલીનીકરણ પછી રચાયેલી બેંકની કિંમત $168 બિલિયન જેટલી હશે. આ ડીલ હેઠળ એચડીએફસીના દરેક શેરધારકને 25 શેરો પર એચડીએફસી બેંકના 42 શેર મળશે. HDFC લિમિટેડના શેરનું ડિલિસ્ટિંગ 13 જુલાઈથી શરૂ કરવામાં આવશે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો તમે 14 જુલાઈથી HDFC લિમિટેડના શેર ખરીદી શકશો નહીં. મર્જર પછી HDFC બેન્કમાં 100 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે રહેશે અને HDFC બેન્કના વર્તમાન શેરધારકો બેન્કમાં 41 ટકા હિસ્સો ધરાવશે.

ઉલ્લેખનીય છે કે મર્જરની ઔપચારિક જાહેરાત બાદ HDFC બેન્ક અને HDFCના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. HDFC બેન્કનો શેર 1.76 ટકા વધીને રૂ. 1663 પર પહોંચ્યો હતો. જ્યારે HDFCનો શેર 1.86 ટકા વધીને રૂ. 2771 થયો હતો. ઉલ્લેખનીય છે કે HDFC બેંકે ગયા વર્ષે 4 એપ્રિલ 2022ના રોજ HDFC લિમિટેડને હસ્તગત કરવા માટે તેની સંમતિ દર્શાવી હતી. આ ડીલ લગભગ 40 અબજ ડોલરની છે. સૂચિત એકમની સંયુક્ત સંપત્તિનો આધાર આશરે રૂ. 18 લાખ કરોડ હશે.


સ્વાભાવિકપણે એચડીએફસી બેંક અને એચડીએફસીના મર્જરથી બનેલી એન્ટિટીની બેલેન્સ શીટ પણ મોટી હશે. જેના કારણે માર્કેટમાં તેની સ્થિતિ વધુ વધશે. આ મર્જર HDFC લિમિટેડ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે HDFC બેંકનો લોન પોર્ટફોલિયો પણ મજબૂત થશે. આ મર્જરને કારણે કર્મચારીઓ પર થનારી અસર અંગે ચેરમેન દીપક પરીખે જણાવ્યું હતું કે, “60 વર્ષથી નીચેના દરેક કર્મચારીનો સમાવેશ કરવામાં આવશે. અને તેમના પગારમાં બિલકુલ ઘટાડો કરવામાં આવશે નહીં. HDFC બેંકને આપણા લોકોની જરૂર પડશે.”
મર્જરને લગતી આ જાહેરાત બાદ બંને કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2023 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK