મોંઘવારી ભથ્થું અત્યારના ૩૮ ટકાથી ચાર ટકા વધારીને ૪૨ ટકા કરે એવી શક્યતા છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એના એક કરોડથી વધારે કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અત્યારના ૩૮ ટકાથી ચાર ટકા વધારીને ૪૨ ટકા કરે એવી શક્યતા છે. જે હેતુસર ફૉર્મ્યુલા માટે સંમતિ સાધવામાં આવી છે. કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું દર મહિને લેબર બ્યુરો દ્વારા જારી કરવામાં આવતા લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સના આધારે નક્કી કરવામાં આવે છે. લેબર બ્યુરો એ લેબર મંત્રાલયની એક પાંખ છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો પહેલી જાન્યુઆરીની પાછલી અસરથી લાગુ થશે.