Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Central Railway: મહિલાઓ હવે પ્રવાસ દરમિયાન પણ કરી શકશે મેકઅપ? કાંજૂરમાર્ગ સ્ટેશન પર ‘પાવડર રૂમ’ ખૂલ્યા

Central Railway: મહિલાઓ હવે પ્રવાસ દરમિયાન પણ કરી શકશે મેકઅપ? કાંજૂરમાર્ગ સ્ટેશન પર ‘પાવડર રૂમ’ ખૂલ્યા

Published : 22 March, 2024 02:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Central Railway: કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન પર ‘લેડીઝ પાઉડર રૂમ’ની રજૂઆત થતાં જ હવે મહિલા મુસાફરોને આરોગ્યપ્રદ સ્વચ્છતા આપી શકાશે.

મુલુંડ સ્ટેશન પર મુકાયેલ પાવડર રૂમની પ્રતીકાત્મક તસવીર

મુલુંડ સ્ટેશન પર મુકાયેલ પાવડર રૂમની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ટૂંક સમયમાં એલટીટી, ઘાટકોપર અને ચેમ્બુર સ્ટેશનો પર તે શરૂ કરવામાં આવે તેવા સમાચાર છે
  2. તેમાં શૌચાલયની સુવિધા, વૉશ બેસિન અને અરીસા સાથેની ફેસીલીટી આપવામાં આવે છે
  3. સામાન્ય શૌચાલયમાં કરતાં આ રૂમમાં ઘણી જુદી સુવિધાઓ મળશે

મધ્ય રેલવે (Central Railway) દ્વારા તાજેતરમાં જ નવી પહેલ કરવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા મોટેભાગે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પડે અને તેની આવકમાં વધારો થાય તેવા કાર્યો હાથ ધરવામાં આવે છે.


કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યો છે ‘લેડીઝ પાવડર રૂમ’



કદાચ તમારા માટે આ પહેલ નવી હોય શકે. કારણકે મધ્ય રેલ્વે (Central Railway)એ કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન પર ‘લેડીઝ પાઉડર રૂમ’ની રજૂઆત કરી છે. આ પહેલ અંતર્ગત કાંજુરમાર્ગ સ્ટેશન પર હવે મહિલા મુસાફરોને આરોગ્યપ્રદ સ્વચ્છતા આપી શકાશે. ખરેખર મધ્યરેલવેના આ પ્રયાસને ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. 


જોકે, થાણે અને મુલુંડ સ્ટેશનો પર લેડીઝ પાવડર રૂમ પહેલેથી જ કાર્યરત છે અને ટૂંક સમયમાં એલટીટી, ઘાટકોપર અને ચેમ્બુર સ્ટેશનો પર તે શરૂ કરવામાં આવે તેવા સમાચાર છે.

શું હોય છે આ લેડિઝ પાવડર રૂમ?


મધ્ય રેલવે (Central Railway) દ્વારા કંજૂરમાર્ગ રેલવે સ્ટેશન પર જે પાવડર રૂમ વિકસિત કરવામાં આવ્યો છે. તે મોટે ભાગે રેલવે સ્ટેશન, પેટ્રોલ પંપ, બસ સ્ટેશન, મૉલ વગેરે જેવા જાહેર સ્થળોએ મહિલાઓ માટેનો રમ હોય છે. આ રૂમમાં મહિલાઓ માટે શૌચાલયની સુવિધા, વૉશ બેસિન અને અરીસા સાથેની ફેસીલીટી આપવામાં આવે છે. 

આ રૂમમાં પ્રવાસ દરમિયાન મહિલાઓ શૌચાલયનો ઉપયોગ કરી શકે છે. તેઓ પોતાના હાથ-પગ ધોઈ શકે છે અને સુંદરતા અને સ્વચ્છતા માટે થોડો મેકઅપ પણ લગાવી શકે છે. જો તમે આને શૌચાલય જેવું જ સમજતા હોવ તો આ સાર્વજનિક શૌચાલયોથી અલગ છે. સામાન્ય શૌચાલયમાં ઘણી બધી સુવિધાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ નથી હોતી અથવા પૂરતી અનુકૂળ નથી હોતી.

કેટલા પૈસા ચૂકવવા પડશે આ સુવિધાઓ મેળવવા માટે?

હવે જ્યારે મધ્ય રેલવે (Central Railway) દ્વારા હવે કંજૂરમાર્ગ સ્ટેશન પર મુંબઈ ડિવિઝન લેડિઝ પાવડર રૂમ શરૂ કરવાનું આયોજન થયું છે ત્યારે એવી આશા છે કે 5 વર્ષમાં આ પહેલ દ્વારા વાર્ષિક રૂ. 39.48 લાખની કમાણી થઈ શકશે. આ સાથે જ મહિલા પ્રવાસીઓને જણાવવાનું કે શૌચાલય વપરાશ ફી દરેક વખતે વ્યક્તિ દીઠ 10 રૂપિયા રાખવામાં આવી છે. વળી આ રૂમમાં મહિલા પાઉડર રૂમ ઓળખ કાર્ડ ધરાવતા કર્મચારીઓ પણ ઉપલબ્ધ હશે. પાવડર રૂમમાં કેશલેસ પેમેન્ટ કરી શકાશે એવી માહિતી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી છે.
અહીં આ વસ્તુઓ વેચાતી પણ મેળવી શકાશે

Central Railway: દરેક ‘મહિલા પાવડર રૂમ`માં ૫૦ ટકા વિસ્તારને આવરી લેતા 4 શૌચાલયની સુવિધા આપવામાં આવશે. બાકીના 50 ટકા વિસ્તારનો રિટેલ માટે ઉપયોગ કરી શકાય છે જ્યાં  લાઇસન્સધારકને એમઆરપી પર મહિલાઓની સ્વચ્છતા ઉત્પાદનો, સૌંદર્ય ઉત્પાદનો, વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો, સૌંદર્ય પ્રસાધનો, ભેટ વસ્તુઓ વગેરે જેવી બિન-ખાદ્ય વસ્તુઓ વેચવાની મંજૂરી આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2024 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK