દિલ્હીમાં ૧૦૧ વર્ષ પછી ડિસેમ્બર મહિનામાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૪૧.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
દિલ્હીમાં વરસાદથી ઠંડી વધી છે અને પ્રદૂષણની માત્રા ઓછી થઈ છે
દિલ્હીમાં ૧૦૧ વર્ષ પછી ડિસેમ્બર મહિનામાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૪૧.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ પહેલાં ૧૯૨૩માં ૩ ડિસેમ્બરે દિલ્હીમાં ૭૫.૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એ સમયે આટલા વરસાદથી હાહાકાર મચી ગયો હતો. આ વખતે વરસાદથી ઠંડી વધી છે અને પ્રદૂષણની માત્રા ઓછી થઈ છે.
દિલ્હીમાં ભારે પવન અને વરસાદને કારણે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં સુધારો થયો છે. વરસાદને કારણે દિલ્હીમાં સવારે ૯ વાગ્યે AQI 137 રહ્યો હતો જે મૉડરેટ ગણી શકાય છે.
ADVERTISEMENT
દિલ્હીમાં ૧૯૦૧થી વરસાદનો રેકૉર્ડ રાખવાની શરૂઆત થઈ હતી અને ત્યારથી જોઈએ તો ડિસેમ્બર મહિનામાં પડેલા કુલ વરસાદમાં આ પાંચમા ક્રમાંકનો વરસાદ છે.
દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં સરેરાશ ૮ મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે, પણ આ વખતે એ પાંચગણો થયો છે. ૧૯૯૭ બાદ ડિસેમ્બર મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતને કારણે આમ થઈ રહ્યું છે. ગઈ કાલે દિલ્હીમાં મિનિમમ ટેમ્પરેચર ૧૨.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે નૉર્મલ કરતાં ૬ ડિગ્રી વધારે હતું.