Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરવિંદ કેજરીવાલે શરાબ કૌભાંડમાં ૨૦૨૬ કરોડ રૂપિયાની તોતિંગ છેતરપિંડી કરી હોવાનો દાવો

અરવિંદ કેજરીવાલે શરાબ કૌભાંડમાં ૨૦૨૬ કરોડ રૂપિયાની તોતિંગ છેતરપિંડી કરી હોવાનો દાવો

Published : 12 January, 2025 12:52 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રધાનોએ શરાબનીતિ કૌભાંડમાં કથિત રીતે ૨૦૨૬ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી

શરાબ કૌભાંડમાં ૨૦૨૬ કરોડ રૂપિયાની તોતિંગ છેતરપિંડી કરી હોવાનો દાવો

શરાબ કૌભાંડમાં ૨૦૨૬ કરોડ રૂપિયાની તોતિંગ છેતરપિંડી કરી હોવાનો દાવો


દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રધાનોએ શરાબનીતિ કૌભાંડમાં કથિત રીતે ૨૦૨૬ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી એમ કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ શરાબનીતિમાં પારદર્શકતાનો અભાવ હતો અને લાઇસન્સીઓને ફાયદો પહોંચાડવા માટે ગેરકાયદે નિર્ણયો લેવામાં આવ્યા હતા. CAGના રિપોર્ટના કેટલાક અંશો ગઈ કાલે જાહેરમાં આવ્યા હતા. આ રિપોર્ટના અંશોને કારણે વિધાનસભાની ચૂંટણીમાં BJP અને કૉન્ગ્રેસને અરવિંદ કેજરીવાલ સામે આક્ષેપ કરવાનો વધુ દારૂગોળો પ્રાપ્ત થયો છે. પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારની વિવાદાસ્પદ શરાબનીતિ વિશે CAG ગિરીશ ચંદ્ર મુર્મુનાં આઘાતજનક તારણો પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે શાસક પક્ષ માટે આંચકાસમાન છે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષ BJP અને કૉન્ગ્રેસે આ કૌભાંડને ‘લિકરગેટ’ નામ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 12:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK