રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આસામ, પંજાબ, કેરલા, મેઘાલય સહિતનાં રાજ્યોમાં પેટાચૂંટણીમાં કોણ જીત્યું, કોણ હાર્યું?
પ્રતીકાત્મક તસવીર
૧૪ રાજ્યોમાં ૪૮ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.
આસામમાં પાંચ બેઠકો પૈકી ઢોલાઈ, બેહાલી અને સામાગુડીમાં BJPને જીત મળી છે, સિદલીમાં યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ અને બોંગાઈગાંવમાં આસામ ગણ પરિષદને જીત મળી છે.
ADVERTISEMENT
રાજસ્થાનમાં ઝુંઝનું, દેવલી ઉનિયારા, રામગઢ, ખીંવસર અને સલુંબર બેઠક પર BJPને જીત મળી છે. દૌસા બેઠક કૉન્ગ્રેસે જીતી લીધી છે. ચૌરાસી બેઠક ભારતીય આદિવાસી પાર્ટીએ જીતી લીધી છે.
પશ્ચિમ બંગાળમાં તમામ છ બેઠકો પર મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસે વિજય મેળવ્યો છે. આ બેઠકોમાં સિતાઈ, મેદિનીપુર, નૈહાટી, હારોઆ, તલડાંગરા અને મદારીહાટનો સમાવેશ છે.
પંજાબમાં ચાર પૈકી એક બરનાલા બેઠક પર કૉન્ગ્રેસને જીત મળી છે, જ્યારે બાકીની ત્રણ બેઠકો ગિદ્ડવાહા, ડેરા બાબા નાનક અને ચબ્બેવાલ પર આમ આદમી પાર્ટીને જીત મળી છે.
છત્તીસગઢની રાયપુર સિટી સાઉથ બેઠક પર BJPને જીત મળી છે.
ઉત્તરાખંડમાં કેદારનાથ બેઠક પર BJPને જીત મળી છે.
મધ્ય પ્રદેશમાં બુધની બેઠક પર BJP અને વિજયપુર બેઠક પર કૉન્ગ્રેસને જીત મળી છે.
સિક્કિમમાં સોંરેંગ ચાકુંગ, નામચી સિંધીથાંગ બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાને જીત મળી છે.
કેરલાની ચેલાક્કારા અને પલક્કડ બેઠકો પર કૉન્ગ્રેસને જીત મળી છે.
મેઘાલયની ગૈમબેગ્રે બેઠક પર નૅશનલ પીપલ્સ પાર્ટીને જીત મળી છે.
મહારાષ્ટ્રમાં નાંદેડ લોકસભા બેઠક પર BJPના ડૉ. સંતુકરાવને જીત મળી છે.